વેનેઝુએલામાં ૧ લાખ રૂપિયામાં મળશે માત્ર ૨ કિલો બટાટા..!!

0
23
Share
Share

વેનેઝુએલા,તા.૮

વેનેઝુએલા ની ઓળખ દુનિયાના એક સમયે અમીર દેશ તરીકેની હતી. પણ આજે દેશના ચલણની કિંમત પસ્તીના ભાવ બરાબર થઈ ગઈ છે. મોંઘવારીનો દર એટલો વધારે છે કે અહીં લોકો એક કપ ચા અને કોફી લેવા માટે બેગ ભરીને નોટો લઈ જાય છે. હવે આ તકલીફને દૂર કરવા માટે વેનેઝુએલાની સરકાર એકવાર ફરી મોટી નોટ રજૂ કરવા જઈ રહી છે.

બ્લૂમબર્ગની રિપોર્ટ પ્રમાણે કેશની અછતના પગલે વેનેઝુએલા બેન્કનોટ પેપર પણ બહારથી મંગાવવી પડી રહી છે. વેનેઝુએલાએ અત્યાર સુધીમાં એક ઇટાલિયન કંપની પાસેથી ૭૧ટન સિક્યોરિટી કાગળ ખરીદ્યો છે.  અહીનું ચલણ બોલિવર કહેવાય છે.

વેનેઝુએલાની સેન્ટ્રલ બેન્ક હવે એક લાખ બોલિવરની નોટ છાપશે. જે અત્યાર સુધીની સૌથી મોટી નોટ બની રહેશે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ નોટનું મૂલ્ય ફક્ત ૦.૨૩ ડોલર જ હશે. આ ચલણી નોટથી માત્ર ૨ કિલો બટાટા જ ખરીદી શકાશે. અગાઉ અહીં ૫૦,૦૦૦ બોલિવરની નોટ છાપવામાં આવી છે.

વેનેઝુએલામાં મોંઘવારીએ માંઝા મુકી છે. ગત વર્ષે દેશનો મોંઘવારી દર ૨૪૦૦ ટકા હતો. દેશનું અર્થકારણ સતત સાતમા વર્ષે મંદીમાં સપડાયું છે. આ વર્ષે કોરોના રોગચાળો અને ક્રુડ ઓઈલમાંથી થનારી આવક ઘટવાથી અર્થવ્યવસ્થાને વધુ ૨૦ ટકા ફટકો પડવાની શક્યતા છે.

અહીં મોંઘવરી ચાર આંકડામાં પહોંચી ગઈ છે. જેના કારણે વેનેઝુએલાના ચલણની હવે કોઇ જ કિંમત રહી ગઈ નથી. ગ્રાહકોએ મજબૂરીમાં કાં તો પ્લાસ્ટિક અથવા ઇલેકટ્રોનિક વસ્તુઓને ટ્રાન્સફર કરવી પડે છે. અથવા ડોલર રાખવા પડે છે. જો કે બસનો ઉપયોગ કરવા માટે સ્થાનિક ચલણ બોલિવરની જ જરૂર પડે છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here