વેક્સિન બાબતે મોદીજીના નિર્ણય સામે ખટ્ટર જેવા આગળી ચીંધનારા કેટલા…..?

0
17
Share
Share

(જી.એન.એસ,હર્ષદ કામદાર)

દેશમાં કોરોના નાથવા માટેની વેક્સિન મેળવીને તેને સલામત રીતે જાળવીને આમ લોકો સુધી પહોંચે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો આયોજન કરવામાં ભારે ગળાડૂબ છે. એવા સમયમાં દિલ્હીની બોર્ડરો પર નવા કૃષિ કાનુન રદ કરવા ખેડૂતો શાંતિથી આંદોલન ચલાવી રહ્યા છે… જેના અનુસંધાને સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલ વિવિધ અરજીઓમાં સોમવારે કોર્ટે સુનાવણી બાદ કેન્દ્ર સરકારને આડેહાથ લેતા કહી દીધું કે કૃષિ કાયદા સ્થગિત કરો નહીં તો અમારે નિર્ણય લેવો પડશે.જ્યારે કે ખેડૂતોનું કહેવું છે કે માત્ર કૃષિ કાનુન અટકાવવાથી નહીં ચાલે પરંતુ આ કાયદા સંપુર્ણ રદ કરો…. જોકે ખેડૂતોને ભડકાવવામાં ભાજપના કેટલાક નેતાઓએ શાબ્દીક ભાંગરો વાટીને મોટો ભાગ પણ ભજવ્યો છે… અને તેના કારણે ખેડૂતો વધારે આક્રોશમા આવેલ. છે..આ કારણે કેન્દ્ર સરકાર ભીંસમાં આવી ગઈ છે…..!! તો શિક્ષિત ખેડૂતો અને કાયદા પંડિતોનું કહેવું છે તે કેન્દ્ર સરકારને કૃષિ બાબતે કોઈ નિર્ણય કરવાની સત્તા જ નથી બંધારણમાં કૃષિ બાબતો રાજ્ય સરકારોને આપવામાં આવેલી છે. જોકે આ માટે એક કમિટી અદાલત દ્વારા નિયુક્ત કરવામાં આવે તેવી વાત કરવામાં આવી… પરંતુ ખેડૂતો આ વાત સ્વીકારશે કે કેમ…? કે પછી આંદોલન ચાલુ રાખશે….?તેના પર સૌ કોઇની નજર મંડરાયેલી છે. જ્યારે કે ખેડૂતોના સંગઠનમાં એ વાત ફરી વળી છે કે ગુજરાતમાં એક પછી એક ખાનગી મંડળીઓ (એપીએમસી) ઉભી થવા લાગી છે. જેમાં પ્રથમ ખાનગી એપીએમસી ખૂદ વડાપ્રધાનના વતન ખાતે ઊભી થઈ ગઈ છે, તો ગુજરાતમાં અંદાજે  ૩૦ જેટલી ખાનગી મંડીઓને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. જે કારણે ખેડૂતો વધારે ભડકી ગયા છે એટલે ખેડૂત આંદોલન અટકવા સામે પણ સવાલ ઊભો થઈ ગયો છે…..!? જો કે હરિયાણામાં મુખ્યમંત્રી ખટ્ટર દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં સધન પોલીસ બંદોબસ્ત છતાં ખેડૂતોએ ભારે ધમાસાણ મચાવતા કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપના નેતાઓને ખેડૂતના આક્રોશથી બચવા મંદિરો સહિતના સ્થાનોમાં છૂપાવું પડ્યું હતું…..! જે બાબત ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો પરંતુ તેમાં હરિયાણાના ધારાસભ્ય ચૌટાલાએ હરિયાણા સ્પકરને પત્ર લખી કૃષિ કાનુન રદ ન થાય તો પોતાના પત્રને રાજીનામુ માની સ્વિકારી લેજો તેવો પત્ર લખવાને કારણે ખટ્ટર સરકાર માટે સંકટ ઊભું થવા જઈ રહ્યું છે… તેને ભાજપની ચિંતા વધારી દીધી છે….! જોકે મંગળવારે સુપ્રીમ કોર્ટે ત્રણેય કાયદા પર આગામી નવો આદેશ ન આવે ત્યાં સુધી નવા કૃષિ કાનુનનો અમલ નહી કરી શકાય તેવા આદેશ આપ્યા છે.. હવે  ખેડૂત સંગઠનોના નેતાઓની બેઠક મળશે જેમાં  આંદોલન બાબતે નિર્ણય કરનાર છે…..!

મોદીજીએ દેશભરમાં કોરોના નાથવા માટે વેક્સિનનો જથ્થો પૂરો પાડવા છેલ્લા એક માસથી સતત તૈયારીઓ કરવા તરફ નાનામાં નાની બાબત પર ધ્યાન આપી રહ્યા છે. જેમાં ભારતની સિરમ ઈન્સ્ટિટ્યુટ પાસેથી જથ્થાબંધ વેક્સિન મેળવી દેશભરના રાજ્યોને વિમાન દ્વારા રવાના કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાતના અમદાવાદ ખાતે  ૨ લાખ ૭૬ હજાર કોરોના રસીના ડોજ સોમવારે સાંજે એરપોર્ટ પર પહોંચતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ તેનું સ્વાગત કર્યું હતું. ગુજરાતમાં વડાપ્રધાન મોદીજીના આયોજન અનુસાર પ્રથમ તબક્કે કોરોના વોરિયર્સો કે જેમાં કોરોના દર્દીઓની સારવારમાં જોડાયેલા ડોક્ટરો, મેડિકલ સ્ટાફ, પોલીસ, હોસ્પિટલ કર્મચારીઓ તથા સફાઇ કર્મચારીઓને તેમજ ૫૦ વર્ષથી ઉપરની ઉંમરના લોકોને રસી આપવાનું ૧૬ મી જાન્યુઆરીથી શરૂ થનાર છે. જોકે મોદીજીને ના સમજનારાઓ  પૈકી હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટરે પણ ભાંગરો વાટયો હતો.તેમણે કોરોના વેક્સિન લેવા માટે અગાઉની બેઠકમાં સાંસદો, ધારાસભ્યોનો સમાવેશ કરવા રજૂઆત કરી હતી પરંતુ તે સમયે વડાપ્રધાન ધ્યાનમાં લીધું નહોતું… પરંતુ બે દિવસ પહેલા યોજાયેલ વડાપ્રધાન સાથેની મુખ્યમંત્રીઓની બેઠકમાં ફરી એક વાર રજૂઆત કરી કે ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યોને પણ કોરોના વેક્સિન લેવા માટે પ્રાથમિકતા આપો ત્યારે મોદીજી તેમના ઉપર બગડયા હતા અને સ્પષ્ટ કહી દીધુ કે દેશના એક કરોડ હેલ્થ વર્કરો, પોલીસ, સફાઈ કર્મચારીઓ સહિતના બે કરોડ લોકોને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમાં કોઇ ફેરફાર નહીં થાય. રાજકારણીઓએ સામાન્ય લોકોની જેમ પોતાના વારાની રાહ જોવી પડશે. આ વાત બહાર આવતા લોકોમાં પણ રસી લેવા બાબતે અસમંજસતા ફરી વળી છે…..! ત્યારે સવાલ એ થાય છે કે ભાજપમાં આવો ભાંગરો વાટનારાઓ જ મોદીજીને બદનામી આપી રહ્યા છે કે શું….? કે પછી વડાપ્રધાનના નિર્ણય સામે ખોટી આંગળી ચીંધી રહ્યા છે……?

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here