વીર નર્મદ યુનિ.ખાતે ફી ઉઘરાણી મુદ્દે ABVP એ વિરોધ સાથે સૂત્રોચ્ચાર કર્યા

0
8
Share
Share

સુરત,તા.૧૨

વીર નર્મદ સાઉથ ગુજરાત યુવનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ અને યુનિવર્સિટીની ફી ઉઘરાણીને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. ABVP દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ અધર એક્ટિવિટીની ફી ન લેવા માંગ કરવામાં આવી હતી.

વીર નર્મદ સાઉથ ગુજરાત યુવનિવર્સિટી દ્વારા તમામ પ્રકારની ફી લેવાતા ABVP દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિરોધમાં જોડાયા હતા.કોલેજ અને યુનિવર્સિટી દ્વારા માત્ર ટ્યુશન ફી જ લેવા, અધર એક્ટિવિટીની ફી ન લેવા માંગ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ પાસેથી લાઈબ્રેરી, કેમ્પસ ડેવલોપમેન્ટ, યુનિયન, સ્પોટ્‌ર્સ, એડમિનિસ્ટ્રેશન જેવી જુદી જુદી ફી લેવામાં આવી રહી છે.

યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટમાં ચાલતા બધા સેલ્ફ ફાઇનાન્સ પ્રોગ્રામમાં ૨૫ થી ૩૦ ટકાની રાહત આપવામાં આવે. એ.ટી.કે.ટી. ની પરીક્ષાના ફોર્મ માટે જે લેટ ફીના ૨૦૦૦ રૂપિયા વસૂલવામાં આવે છે તેને નાબૂદ કરવામાં આવે. ઉપરોક્ત વિષયના ઉકેલ માટે યુનિવર્સિટીને ત્રણ દિવસનો સમય આપવામાં આવે છે. જો ત્રણ દિવસમાં આનો ઉકેલ ન આવે તો છમ્ફઁ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટીની રહેશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here