વીરનગર : પરિણીતાને અંધ શ્રધ્ધામાં સળગાવતા ભુવા સહિત પાંચ કૌટુંબીક શખ્સો

0
19
Share
Share

રાજકોટ તા. ૧૯

મૂળ સંતરામપુર મહીસાગરની વતની અને હાલ જસદણના વિરનગરમાં રહેતી ઊર્મિલાબેન પંકજભાઈ ભાણાભાઈ ચંદાણા (ઉ.વ ૨૩) નામની આદિવાસી પરિણીતાને તેના બનેવી મુકેશ ભત્રીજા અને ભુવા તરીકે પોતાની જાતને ઓળખાવતા નિલેશ તેનો મામો સતીષ સહિત પાંચ શખ્સોએ મળી પરિણીતા સાથે ઝઘડો કરી તેને પથ્થર,લાકડી વડે મારમારી કડબના પૂડામાં આગ લગાવી મહિલા પર નાંખી તેને જીવતી સળગાવી દીધી હતી.જેથી તેણીને સારવાર માટે ૧૦૮ મારફત રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

જેની હાલત ગંભીર ગણવાઈ રહી છે.પરિણીતાને સંતાનમાં એક વર્ષનો પુત્ર ધ્રુવીલ છે. બનાવ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આરોપીઓએ પરિણીતાને તું માતાજીના શબ્દ અને મંત્ર લઈ ગઈ છો તેમ કહી વિધિના બહાને તેની સાથે મારકૂટ શરૂ કરી હતી. આ દરમિયાન તેણીનો પતિ પંકજ આવી જતા તેને આ શખ્સોએ ઓરડીમાં પુરી દીધો હતો.બાદમાં તેનો ભાઈ નરેશ આવી જતા તેને પણ ધમકાવી કાઢી મુક્યો હતો.બાદમાં પરિણીતાને જીવતી સળગાવી દીધી હતી.

બનાવના પગલે આટકોટ પોલીસ મથકના પી.એસ.આઈ કે.પી.મહેતા અને કોન્સ્ટેબલ રસીકભાઈ,દશરથભાઈ સહિતના રાજકોટ હોસ્પિટલ દોડી આવ્યા હતા.તેમજ મહિલાનું મામલતદાર સમક્ષ ડી.ડી લેવામાં આવ્યું હતું. બનાવ બાદ આરોપીઓ નાસી છૂટતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here