વીરડા-વાજડી પાસે નદીમાં નહાવા પડેલા બે યુવકના મોત

0
23
Share
Share

રાજકોટ, તા.૨૪

લોધીકા તાલુકાના વીરડા-વાજડી ગામે નદીમાં નહાવા પડેલા બે યુવકના મોતથી નાના એવા ગામમાં શોકનુ મોજુ ફેલાયુ છે.

વધુ વિગત મુજબ રાજકોટના કાલાવડ રોડ પર આવેલા વિરડા-વાજડી ગામે રહેતા ધીરુ મુકેશભાઈ સુરેલા નામના ૨૦ વર્ષિય યુવાન તેમજ તેનો પિતરાઈ અજુર્ન પુનાભાઈ સુરેલા નામના ૧૫ વર્ષિય કિશોર સહિત બન્ને બાલાજી વેફર્સ નજીક આવેલી નદીમાં નહાવા પડયા હતા ત્યારે ઉંડા પાણીમાં ગરક થઈ જતા આસપાસના લોકોએ તરવૈયાની મદદથી બન્નેને બચાવવાની કોશીષ કરી હતી. જેમાં બન્ને યુવકને બહાર કાઢી સ્થળ પર હાજર ૧૦૮ ના કર્મચારીઓએ બન્નેને મૃત જાહેર કર્યા હતા.

આ બનાવની જાણ પોલીસને થતા બન્ને મૃતદેહને પી.એમ. કરાવી મૃતદેહને પરીવારજનોને સોંપી પોલીસે કાગળો કરી કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here