વિસાવદર : પુત્રનાં વિયોગમાં માતાનો આપઘાત

0
26
Share
Share

જૂનાગઢ, તા.૨૧

વિસાવદર ખાતે વૃઘ્ધ માતાનો પુત્રના મોતના વિયોગમાં આઘાત સહન ન થતા પોતે પણ ઝેર પીને પુત્ર પાછળ અનંતની વાટ પકડી લીધી હતી.

આ કરૂણ બનાવની વિસાવદર પોલીસમાંથી મળતી વિગતો મુજબ વિસાવદરના ડાકબંગલા પ્લોટમાં રહેતા કમલાબેન દયાશંકર દવેનો પુત્ર દોઢેક વર્ષ પહેલા ગુજરી ગયો હોય જેનો આપઘાત સહન ન કરી શકતા માતા કમલાબેને ગત તા.૧૧-૧૦ ના રોજ સવારે ૧૦ કલાકે માંડાવડ ગામે ઝેરી દવા પી લેતા જુનાગઢ દવાખાને ખસેડાતા જ્યાં ગઈકાલે સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નિપજ્યુ હતુ. વિસાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here