વિસાવદરમાં યુવાનની હત્યાનાં આરોપી પિતા પુત્રની શોધખોળ

0
12
Share
Share

જુનાગઢ તા,૨૯

વિસાવદરના ઘોડાસણ ગામે દારુ પીવાની ટેવ ધરાવતા મિત્રોમાં દારુ પીવાની બાબતમાં થયેલી માથાકૂટમાં લાકડાના ધોકાથી  ઘાતકી ઘા મારી બે મિત્રોના હાથે એક યુવાનની હત્યા થતાં ખોબા જેવડા ઘોડાસણન ગામમાં સનસનાટી મચી જવા પામી છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વિસાવદર પોલીસમાં  વજુભાઈ હીરાભાઈએ ફરિયાદ નોંધાવી છે કે, ગઈકાલે બપોરના સુમારે ગામની સીમમા નાનાજી બચુભાઈ ડેડાણીયા, વનરાજ નાનજી તથા  કુરજી નારજી સાથે હતા ત્યારે દારુ પીવાની બાબતે ત્રણેય વચ્ચે માથાકૂટ થતા, નાનજી અને વનરાજે કુરજીને લાકડી ધોકા વડે માર મારતા ગંભીર ઈજાઓ થઈ હતી અને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં કુરજી નારજીનું મૃત્યુ નીપજયું હતું. ત્રણેય મિત્રો વચ્ચે દારુ પીવા બાબતે થયેલી આ માથાકૂટમાં લાકડીના ધોકાનો વધુ પડતો માર લાગી જતા મિત્રનું મિત્રોના હાથે જ મોત નીપજયું હતું.આ અંગે પોલીસે ફરિયાદના આધારે નાનજી અને વનરાજ તથા તેના સાગરિતો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, સામસામે થયેલી મારામારીમાં એક હત્યારાને પણ ઇજા થતાં દવાખાને સારવારમાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here