વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કલર-કોડેડ નક્શામાં લદાખ-જમ્મુ-કાશ્મીરને અલગ રંગથી બતાવતા વિવાદ

0
20
Share
Share

જિનિવા,તા.૧૧

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાની વેબસાઈટ પર દુનિયાના તમામ દેશોને અલગ અલગ રંગોથી વર્ણવ્યા છે, પરંતુ આમાં ખાસ તો એ છે કે એને ભારતને દેખાડતી વખતે લદાખ અને જમ્મુ-કાશ્મીરને અલગ રંગથી દેખાડ્યા છે. ત્યાર પછી બ્રિટનમાં ભારતીય પ્રવાસીઓ તરફથી અમુક નારાજગી ભરેલાં રિએક્શન સામે આવી રહ્યાં છે. એક મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, તાજેતરમાં જ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવેલા જમ્મુ-કાશ્મીર અને લદાખને ગ્રે રંગમાં બતાવવામાં આવ્યું છે, જ્યારે આખા ભારતને વાદળી રંગનું બતાવવામાં આવ્યું છે.

આ નકશો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કોવિડ-૧૯ ડેશબોર્ડર પર લાગેલો છે, જ્યાં કોરોનાના તાજેતરના કેસ અંગે માહિતી મળે છે. જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ નકશાના સંબંધમાં સંયુક્ત રાષ્ટ્રના દિશાનિર્દેશનું પાલન કરે છે.

લંડનમાં રહેતા એક આઈટી કન્સલ્ટન્ટે આ નકશાને સૌથી પહેલા નોટિસ કર્યો હતો, જેને એક વ્હોટ્‌સએપ ગ્રુપ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. તે વ્યક્તિના જણાવ્યા પ્રમાણે, જ્યારે તેણે આ નકશાને જોયો તો તેમાં લદાખ અને જમ્મુ-કાશ્મીર ભારતથી અલગ છે, તો તે અચંબામાં પડી ગયો અને તેણે એવું કહ્યું કે આની પાછળ ચીનનો હાથ હોઈ શકે છે, કારણ કે ચીન WHOને સૌથી વધુ ફડિંગ આપે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here