સુરતના પ્રસિધ્ધ કથાકાર કનુબાપુ દ્રારા રસપાન કરાયુ : કોરોનાની મહામારી વચ્ચે યજમાન પરિવારને જ કથાનો લાભ મળ્યો
ગિરગઢડા તા ૯
આયોજકો દ્રારા ડીજીટલ માધ્યમો વોટશોપ, ફેસબૂક, ઇન્સ્ટાગરામ, યુ ટયુબના માધ્યમથી કથાનુ શ્વણ કરાવાયુ. વેરાવળ -સોમનાથ ના પત્રકારોને આરતીનો લાભ મળ્યો. વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે હાલની કોરોનાની મહામારીમા પણ લંડન ના યજમાન દ્રારા સુરતના પ્રસિધ્ધ કથાકાર પૂ.કનુબાપુ દ્રારા ડીજીટલ માધ્યમથી લોકોને કથાનુ રસપાન કરાવવામા આવેલ . માત્ર યજમાન પરિવારને જ રુબરુ કથાનુ શ્રવણ થાય તેવી વ્યવસ્થા ઉભી કરાઇ. બાર જયોતિલીંગ મા પ્રથમ એવા ભગવાન સોમનાથના સાનિધ્યમા શ્રી મદ ભાગવત સપ્તાહનુ આયોજન કરવુ એ તો એક લ્હાવો છે અને સોમનાથમા બારેમાસ યજમાનો દ્રારા ભાગવત સપ્તાહ નુ આયોજન લોકો માટે થતુ રહેતુ હોય છે
પરંતુ હાલ કોરોનાની મહામારી વચ્ચે અને સરકારની ગાઇડ લાઇન મુજબ સોમનાથ મંદિરમા દશઁન, ગેસ્ટ હાઉસ સહીતના ઘણા ફેરફારો આવ્યા છે
ત્યારે લંડનના એક યજમાન દ્રારા સરકારની ગાઇડ લાઇન મુજબ અને ગીર સોમનાથ મીડિયા સેન્ટરના સહયોગથી શ્રી મદ ભાગવત સપ્તાહ નુ આયોજન કરવામા આવેલ છે જેમા કથાનુ રસપાન માત્ર યજમાન અને આયોજક પરીવાર જ કરી શકે અને તે પણ માસ્ક, સેનેટરાઇઝ ,સોશ્યલ ડીસટન્સ નુ પાલન સાથે કરાવવામા આવી રહ્યુ છે
તેમજ આજના આધુનિક યુગ પ્રમાણે સમગ્ર વિશ્વ આ કથાનુ ઘરબેઠા રસપાન કરી શકે તે માટે સોશ્યલ મીડિયા ના માધ્યમથી ફેસબુક, યુ ટયુબ, ઇન્સ્ટાગ્રામ, સહીત થી કરવામા આવેલ છે . દ્રારકાના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર જીતુભાઇ દ્રારકાવાળા, ગુજરાતી ફીલ્મ નિમાઁતા હેમાલી સેજપાલ સહીત વેરાવળ – સોમનાથના પત્રકારો મા દિપકભાઇ કકકડ, મિતેષ પરમાર, અતુલ કોટેચા, દેવાભાઇ રાઠોડ, સંજય રાઠોડ, ભાસ્કર ભાઇ વૈદ, તુલસીભાઇ કારીયા, મિનાક્ષીબેન વૈદ, રાજેશ ભજગોતર, યોગેશ સતીકુવર, મહેન્દ્ર ટાંક, જયેશ પરમાર, વિશાલ તંબોલી, નાનજી ચાવડા, મહેશ વાજા, શૈલેશ નાઘેરા, સહીત આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી . પૂ.કનુબાપુ રાજગુરુ જી ( કથાકાર ,સૂરત) જયારે જે સમય આવે ત્યારે લોકોએ સાવધાનીથી તે સમય પસાર કરવો જોઈએ . હાલના કોરોનાની કપરી મહામારી એ વિશ્વ ને ભરડામા લીધો પરંતુ હાલની સરકારની સફળ નેતૃત્વ અને પ્રજા ની જાગૃતિ થી આપણને સફળતા મળી છે . માટે જ સોમનાથના સાનિધ્યમા માત્ર યજમાન પરિવારને જ કથાનુ શ્રવણ કરાવવામા આવેલ હતો .હેમાલી સેજપાલ ( ગુજરાતી ફિલ્મ નિમાઁતા, મુંબઈ) જેમના પાસે ભગવત સ્મરણ હોય તેને કોઇ કાળ હરાવી શકતો નથી . જીતુભાઇ દ્રારકાવાળા ( હાસ્ય કલાકાર ) જીવનનો ઉદય થાય ત્યારે ભાગવત સપ્તાહ નો પ્રારંભ સોમનાથ મહાદેવ ના સાનિધ્યમા થાય છે . કોરોનાની મહામારી મા પણ શોશ્યલ મીડિયાની અદભૂત વ્યવસ્થા થી આ કથાનુ શ્રવણ લોકો કરી રહ્યા છે જે આવકારદાયક છે