વિશ્વ પ્રસિધ્ધ સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ભવ્ય અને દિવ્ય ડ્રાઇફ્રુટ શણગાર અને અભિષેક કરાયો

0
21
Share
Share

બોટાદ તા.૧3

બોટાદ જીલ્લાના સાળંગપુર ગામે આવેલ વિશ્વ પ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને અધિકમાસ નિમિતે તા. ૧૦/૧૦/૨૦૨૦ ને શનિવારના રોજ વિશેષ ડ્રાઇફ્રુટનો ભવ્ય અને દિવ્ય શણગાર ઘરાવવામા આવ્યો હતો.અને સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી તેમજ સવારે ૭ કલાકે શણગાર આરતી મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી દ્વારા કરવામા આવી હતી. ત્યારબાદ સાંજે ૬ કલાકે દાદાને ભવ્ય ષોડશોપચાર પૂજા અને ડ્રાઇફ્રૂટ અભિષેક તેમજ ૬ઃ૩૦ કલાકે અનેક દિવડા પ્રગટાવીને ભવ્ય આરતી કરવામા આવી હતી. આ ભવ્ય ડ્રાઇફ્રુટ શણગારનો હજારો હરિભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here