વિશ્વ પ્રસિદ્ધ ભારતના બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા શ્રી સોમનાથ મહાદેવ મંદિરે કાર્તિક પૂર્ણિમાનો મેળો રદ

0
14
Share
Share

કોરોના મહામારી ને કારણે કાર્તિક પૂર્ણિમાને દિવ્ય મધ્યરાત્રીએ દિવ્ય મધ્યરાત્રીએ પવિત્ર વેદ મંત્રોચાર સાથે  ભગવાન ભોળાનાથની મહાપૂજા મહાપૂજા થશેઃ  મહાપુજા શિવભક્તો  વર્ચ્યુઅલ ટેકનોલોજીથી દર્શન કરી શકશે

પ્રભાસ પાટણ તા. ૨૬

કાર્તિક પૂર્ણિમા એ ત્રિપુરારી પૂનમ છે અને પૌરાણિક માન્યતાઓ પ્રમાણે શિવ ૩ પૂરોવાળા તેનો નાશ કર્યો હતો. આ વિજયની દેવ દિવાળી મનાવી તે કાર્તિક પૂર્ણિમા હતી. પ્રતિવર્ષ કારતક વદ અગિયારસથી કાર્તિક પૂર્ણિમા સુધી સોમનાથ મહાદેવનો પંચ દિવસીય કાર્તિક પૂર્ણિમાનો ભવ્ય મેળો યોજાય છે.

ચાલુ વર્ષે કોરોના મહામારી અને જાહેર સ્વાસ્થ્ય સાવચેતી તથા કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન અનુસાર આ મેળો બંધ રાખવામાં આવ્યો છે. સોમનાથના ટ્રસ્ટી સચિવ પ્રવીણભાઈ લહેરી તથા ટ્રસ્ટ એક્ઝિક્યુટિવ મેનેજર દિલીપભાઈ ચાવડા પ્રવર્તમાન સંજોગો ઉપર નજર રાખી રહ્યા છે. સોમનાથ કાર્તિક પૂર્ણિમા મેળો બંધ રહેશે. પરંતુ દર્શનાર્થીઓ હાલ ચાલતા ટાઈમિંગ મુજબ રાત્રીના દસ વાગ્યા સુધી સોમનાથ મંદિર દર્શન માટે પ્રવેશી શકશે ત્યારબાદ ભગવાન સોમનાથ મહાદેવ ની પરંપરા મુજબ પવિત્ર વેદ મંત્ર સાથે મધ્યરાત્રિ સુધી મહાપૂજા થશે.

જેમાં ભાવિકો અને દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં પરંતુ ટ્રસ્ટ ની વેબસાઈટ યુટયુબ વિગેરે  ટેકનોલોજીના માઘ્યથી  ઘેર બેઠા પૂજા દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તા.૨૭. ૫. ૧૯૫૫થી તત્કાલીન ટ્રસ્ટી કનૈયાલાલ મુનશીના પ્રસ્તાવથી શરુ થયેલો આ મેળો ભારત-ચીન યુદ્ધ વખતે પણ સદંતર બંધ રહ્યો હતા.તો વર્ષ ૨૦૧૯ માં વાવાઝોડા સંભવિતતા કારણે પાંચમી નવેમ્બરથી શરુ થનારો મેળો ૧૧ નવેમ્બરથી ૧૫ નવેમ્બર તારીખ દરમિયાન યોજાયો હતો.  શ્રદ્ધાળુ ભાવિકોની માન્યતા અનુસાર કાર્તિક પૂર્ણિમાનો ચંદ્ર ભગવાન સોમનાથ મહાદેવના શિખર ઉપર હોય એવી રીતે સ્થિર થાય છે કે જાણે ભગવાન શિવે તેને ખરેખર મસ્તક ઉપર ધારણ કર્યા હોય છે. અને ચંદ્ર પણ એવી રીતે શિખર ઉપર ગોઠવાઈ જાય છે કે જાણે શિવ સ્તવન કરતો હોય એવો  અલૌકિક દિવ્ય નજારાના દર્શન થાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here