વિશ્વ પર વધુ એક મહામારીનું જોખમ તોળાઈ રહ્યું છે

0
26
Share
Share

આ ફંગસનું નામ કેન્ડિલા ઓરિસ છે જે બ્લેક પ્લેગ ફેલાવવાનું કારણ બની શકે છે : આ ફંગસ જોખમી ગણાઈ રહી છે

નવી દિલ્હી, તા.૨

સમગ્ર દુનિયા કોરોના મહામારી સામે ઝઝૂમી રહી છે પરંતુ આ બધા વચ્ચે એક એવા ફંગસથી વૈજ્ઞાનિકો ડરેલા છે જે કોરોનાથી પણ વધુ તબાહી મચાવી શકે છે. આ ફંગસનું નામ કેન્ડિલા ઓરિસ છે. જે બ્લેક પ્લેગ ફેલાવવાનું કારણ બની શકે છે. આ ફંગસ ખુબ જ જોખમી ગણાઈ રહી છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે કેન્ડિલા ઓરિસ ફંગસ એટલી જોખમી છે કે તે કોરોનાથી પણ મોટી મહામારી લાવવામાં સક્ષમ છે. કારણ કે તે ઝડપથી ફેલાઈ રહી છે. ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સેન્ટરના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે કેન્ડિલા ઓરિસ પોતાની જાતને વધુ સારી કરી રહી છે અને મોટાભાગની એન્ટીફંગલ દવાઓને બેઅસર કરી રહી છે. સીડીસી સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોએ કહ્યું કે જો આ ફંગસ હોસ્પિટલોમાં ફેલાઈ ગઈ તો તે ખુબ જ જોખમી બની જશે. લંડન ઈમ્પિરિયલ કોલેજમાં મહામારી વિશેષજ્ઞ જોહાના રોડ્‌સે કહ્યું કે કેન્ડિલા ઓરિસ ફંગસ કેન્ડિલા ઓરિસ સપાટી પર લાંબા સમય સુધી પોતાને જીવિત રાખે છે. રોડ્‌સ વર્ષ ૨૦૧૬માં ઈંગ્લેન્ડમાં ફંગસના કારણે ફેલાયેલા સંક્રમણને કાબૂ કરનારી ટીમમાં સામેલ હતા. તેમણે કહ્યું કે બ્લેક પ્લેગ સાથે તેની સરખામણી એટલા માટે પણ થઈ રહી છે કારણ કે તે બંદરોથી ફેલાયેલી છે.

કોરોના મહામારીએ સમગ્ર દુનિયામાં સ્વાસ્થ્ય સેવાઓમાં ફેલાયેલી કમીઓને ઉજાગર કરી. આ કમીઓને દૂર કરવાની જરૂર છે. કારણ કે આવનારા સમયમાં અનેક મહામારી ફેલાઈ શકે છે. જેમાં પર્યાવરણ પરિવર્તન પણ મહત્વની ભૂમિકા ભજવશે. આવામાં સ્વાસ્થ્ય સેવાઓને પ્રાથમિકતાના આધારે સુધારવી પડશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here