વિશ્વાસઘાત કરીને આવેલી સરકાર છ-આઠ મહિના કરતાં વધુ સમય નહિ ચાલે

0
44
Share
Share

નાગપુર,તા.૬
મહા વિકાસ આઘાડીના પ્રધાનોના ખાતા ફાળવણીની સત્તાવાર જાહેરાત બાદ વિપક્ષના નેતા તથા ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ સંતોષજનક નથી. તેમણે નાગપુરમાં એક પ્રચાર સભામાં વર્તમાન સરકારની જોરદાર ટીકા કરી હતી. દેશમાં રાજકીય ઇતિહાસમાં વિશ્વાસઘાત કરીને આવેલી સરકાર છ-આઠ મહિના કરતા વધુ સમય સત્તામાં ટકી શકે તેમ નથી. એવો દાવો તેમણે કર્યો હતો. એટલું જ હનીં આ સરકાર મહારાષ્ટ્રની તિજોરી પર ડલ્લો મારનારી હોવાનો આક્ષેપ કર્યો હતો.
ફડણવીસે જણાવ્યું હતું કે શિવસેના સ્વાર્થ માટે કશે પણ જઈ શકે છે. કોંગ્રેસ-એનસીપી સાથે ગઠબંધન કરીને શિવસેનાએ વિશ્વાસઘાત કર્યો છે, એવું સતત રટણ કરતા હતા.
મલાઈદાર ખાતાની ફાળવમીમાં અંદરોઅંદર ખેંચતાણી શરૂ છે. અત્યારે શિવસેનાએ પ્રધાન અબ્દુલ સતારને મનાવી લીધા છે. પણ આ કેટલા સમય ચાલશે. હકીકતમાં મહાવિકાસ આઘાડીમાં ગળતીના એંધાણ શરૂ થયા છે.
નાગપુરમાં યોજાનારી જિલ્લા પરિષદની ચૂંટણીના પ્રચાર માટે દેવેન્દ્ર ફડણવીસ પ્રચાર સભા યોજી હતી. એમાં તેમણે ઉપરોક્ત સંબોધન કર્યું હતું.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here