વિશ્વભરમાં રાજનેતાઓ કોરોના વાઈરસને ગણકારતા કેમ નથી…..?!

0
16
Share
Share

(જી.એન.એસ,હર્ષદ કામદાર)

વિશ્વભરમાં કોરોનાએ કહેર વરસાવી દીધો છે. તેના કારણે વિશ્વભરના લોકો ત્રસ્ત છે પરંતુ રાજકીય ક્ષેત્રે તેની અસર થઇ નથી તેમ કહીએ તો તે ખોટું પણ નથી…..! અમેરિકામાં કોરોનાના કારણે સવા લાખ કરતા વધુ લોકોના મૃત્યુ થયા છે. પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેની કોઈ અસર નથી થઈ. અને તેઓએ પૂનઃ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઝંપલાવી દીધું  છે…ચૂંટણી સભાઓ ભરવાનું શરૂ કરી દીધું કે જેને કારણે અમેરિકાની પ્રજાને ટ્રમ્પ સામે  નફરત વધુ પેદા થઈ છે. તેઓ પોતે  મોઢા પર માસ્ક ધારણ કરતા નથી અને આમ પ્રજાને માસ્ક પહેરવાની અને ડિસ્ટન્સ જાળવવાની સલાહ આપતા ફરે છે. જ્યારે કે તેમની સભામાં ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા બાબતે નિયમોના ધજીયા ઉડે છે. સભા સ્થળો  પૂરતી સંખ્યામાં ભરાતા નથી ત્યારે વિચાર્યા વગર ગમે તે બાબત જાહેર કરી દઈને પ્રજામાં વધુ અપ્રિય બની ગયા છે. તાજેતરમાં અશ્વેતોના  વિરોધીઓનું સમર્થન કરતાં અમેરિકામાં ભારે વિવાદ ઉભો થઈ ગયો છે. ટ્રમ્પે આ અંગે ટિ્‌વટ કરી હતી પરંતુ પ્રજાનો વિરોધ થતાં તેમને પોતે કરેલી ટિ્‌વટ ડિલીટ કરી નાખવી પડી હતી. તેઓને પોતાને જ ખબર ન હતી કે અમેરિકામાં અશ્વેતોની વિરુદ્ધમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. તો બીજી તરફ અમેરિકામાં ટેક્સાસમા માઈક પેન્સ અને ગવર્નર અબોટ મિસ્ક પહેરીની ચૂંટણી પ્રચાર કર્યો હતો… આવા છે આપણા ભારતના મિત્ર ટ્રમ્પ….. તો કોરોના મહામારીમાં યુરોપમાં ફ્રાન્સ તેમજ પોલેન્ડમાં સ્થાનિક ચૂંટણીઓ યોજાઇ હતી. પરંતુ સમજદાર મતદારોએ માસ્ક ધારણ કરવા સાથે ડિસ્ટન્સ જાળવી રાખી બેલેટ દ્વારા મતદાન કર્યું હતું… તો સેનેટાઈઝરનો ઉપયોગ પણ કર્યો હતો. ભારતમાં તાજેતરમાં રાજ્ય સભાની ચૂંટણીઓ યોજાઈ ગઈ જેમાં પ્રજાએ ચૂટેલા ધારાસભ્યો જ મતદાન કરી શકે છે.  દરેક ધારાસભ્યના મતદાર વિસ્તારની જવાબદારી પણ તેમની છે ત્યારે મતદાન બાદ પરિણામો આવતાં લોકડાઉન નિયમોના પાલનના ધજીયા ઉડી ગયા હતા…. જે તે અધિકારીઓએ માસ્ક ધારણ કર્યા હતા પરંતુ લોકોએ ચૂંટેલા ધારાસભ્યો, મંત્રીઓ કે રાજ્ય સભામાં ચૂંટાયેલા કોઈપણ સભ્યએ માસ્ક પહેર્યા ન હતા પરંતુ ડિસ્ટન્સ પણ જાત્રવ્યુ ન હતું…. તો અભિનંદન આપવા હાથો હાથ સુકે આપતા હતા. અને હાથ પણ મિલાવતા હતા. અને આપણા ચૂંટાયેલા ધારાસભ્યો મંત્રીઓ લોકોને માસ્ક પહેરવાની, ડિસ્ટન્સ જાળવવાની અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવાની સલાહ આપતા રહે છે… આને શું કહીશું……,?મતલબ કોરોના ની અસર રાજકારણના ક્ષેત્રમાં પડી નથી કે કોરોના નેતાઓથી દૂર રહ્યો છે. તો લોકોએ તમામ નિયમોનું પાલન કરવાનું પરંતુ રાજકીય  નેતાઓની   તેમાંથી મુક્તિ…..!!

દેશભરનીની પ્રજા કોરોનાથી ભારે પરેશાન છે. ત્યારે મોંઘવારી પ્રતિદિન વધતી જઇ રહી છે, બેરોજગારીનો દર વધ્યો છે, ત્યારે સરકાર પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારતી જઈ રહી છે. આમ પ્રજા લોકસભા ચૂંટણી પહેલા અને મોદીજી મુખ્યમંત્રી હતા ત્યારે  વડાપ્રધાન ડૉ.મનમોહન સિહ ઉપર ભાજપા નેતાઓ કે  જેઓમા અનેકો અત્યારે કેન્દ્રમાં મંત્રી કે હોદ્દેદારો છે  તેઓ જે બેફામ વાણીવિલાસ કરી કેન્દ્ર સરકાર ઉપર માછલાં ધોતાં, વડાપ્રધાનને બંગડી મોકલવાની વાત કરતાં, મોંઘવારી બાબતે જે દોષારોપણ  કરતાં તેના વિડીયો વધુ પ્રમાણમાં વાયરલ થઇ રહ્યા છે. તો બાબા રામદેવે પેટ્રોલ ૩૫ રૂપિયે લીટર કરવા ભાજપાને મત આપવા અપીલ કરતા હતા તે તમામ અત્યારે મૌન થઈ ગયા છે. આમાંના કોઈ પણ પેટ્રોલ-ડિઝલના વધતા ભાવોની કે મોંઘવારીની કોઈ વાતજ કરતા નથી…. અને તે બાબતમા સવાલ કરવામાં આવે તો જૂની વાતો, જૂની બાબતો, પાકિસ્તાનની વાતો કે રામ મંદિરની વાતો કરવા લાગે છે. આને લોકોની કમનસીબી ન કહેવાય તો શું કહેવાય…..?તેવા પ્રશ્નો લોકોમાં ઉઠવા લાગ્યા છે.  તો ચીને જે રીતે ભારતને  ચારે તરફથી ઘેર્યુ છે તેમજ સરહદે ઉબાડીયા કર્યા છે અને  ૨૦ જવાનોને શહીદ કર્યા તેનાથી આમ પ્રજામાં ભારે આક્રોશ ફરી વળ્યો છે. ચીની ચીજ વસ્તુઓનો બહિસ્કાર કરી રહ્યા છે તે જોતાં લાગે છે કે કદાચ ભવિષ્યને ચાઈનીજ માલ ન ખરીદે તેવું પણ શકય બને……! વડાપ્રધાનશ્રી એ આવા સમયમાં ચીને ભારતની સરહદમાં ઘૂસણખોરી કરી નથી તે બાબતની ટિ્‌વટ ૧૯૭૫ માં ઇન્દિરા ગાંધીએ કટોકટી લાગુ કરી તે જ દિવસે વેબસાઈટ પરથી હટાવી દેવી પડી છે. કારણ વિશ્વભરમાં આ બાબતે ભારે ટીકા થઇ રહી હતી. અત્યારે દેશના રાજકીય પંડિતો અને શિક્ષિત વર્ગમાં એક જ ચર્ચા છે કે મોદીજી કે ભાજપા નેતાઓ પણ ચીનનો જાહેરમાં વિરોધ  કેમ નથી કરતા….? અને ચીને યુધ્ધ જેવી સ્થિતિ બનાવી હોવા છતાં એનએસસીની બેઠક કેમ નથી બોલાવતા….? આ સંસ્થા દેશની સુરક્ષા અને વ્યૂહાત્મક બાબતે પીએમઓને સલાહ આપે છે. પરંતુ લોકો કહે છે કે મોદીજી સલાહ લેવામાં માનતા નથી કે પછી તેમને માત્ર પોતાના પરજ વિશ્વાસ છે…..

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here