વિશ્વભરમાં કોરોના તાંડવ

0
41
Share
Share
  • મોતનો આંકડો પાંચ લાખથી પણ ઉપર પહોંચ્યો
  • કેસોની સંખ્યા ૧૦૨૪૩૮૫૯ : ૨૧૩ દેશોમાં હાહાકાર

નવી દિલ્હી,તા. ર૮

કોરોના વાયરસના કારણે  સમગ્ર વિશ્વમાં ભારે આતંક જારી છે. છેલ્લા ૨૪ કલાકમાં નવા કેસોની સાથે જ કેસોની સંખ્યામાં  રેકોર્ડ વધારો થયો છે. હવે ભારતમાં કેસોની સંખ્યામાં સૌથી વધુ ઝડપથી વધારો થઇ રહ્યો છે. વિશ્વમાં નવા કેસોની સાથે સંખ્યા વધીને ૧૦૨૪૩૮૫૯ સુધી પહોંચી ગઇ છે. આવી જ રીતે કુલ મોતનો આંકડો પણ પાંચ લાખથી ઉપર પહોંચીને ૫૦૪૪૧૦ સુધી પહોંચી ગયો છે. સૌથી વધારે પ્રભાવિત રહેલા દેશોમાં કેસો અને મોતનો આંકડો ખુબ ચિંતાજનક રીતે વધી રહ્યો છે.  હજુ સ્થિતી ગંભીર બનવાના સંકેત દેખાઇ રહ્યા છે.  કોરોનાના કારણે ગંભીર રહેલા દર્દીઓની બચવાની શક્યતા ઓછી છે.રશિયાની સાથે સ્પેન, બ્રાઝિલ, ફ્રાન્સ, જર્મની સૌથી પ્રભાવિત દેશોની યાદીમાં સામેલ છે. સૌથી વધારે અસરગ્રસ્ત દેશોમાં સ્પેન, બ્રાઝિલ, ભારતનો સમાવેશ થાય છે.  બ્રાઝિલ અને અમેરિકામાં હાહાકાર છે. બંને દેશોમાં  છેલ્લા ૨૪ કલાકમાં એક હજારથી વધારેના મોત થયા છેે. ગંભીર લોકોની સંખ્યા વધારે છે જેથી વિશ્વના દેશોમાં મોતનો આંકડો હજુ જોરદાર રીતે વધી શકે છે. વિશ્વના ૨૧૩ દેશોમાં આતંક યથાવત રીતે જારી છે.કોરોના વાયરસને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે અમેરિકા સહિતના દેશ પગલા લઇ રહ્યા છે પરંતુ સફળતા મળી રહી નથી. ભારતમાં પણ કેસોની સંખ્યા રેકોર્ડ ગતિથી વધી રહી છે. ભારત હવે પ્રભાવિત દેશોની યાદીમાં ચોથા   સ્થાને છે. તે હવે રશિયાથી આગળ નિકળી શકે છે. અમેરિકા જેવા દેશો પણ લાચાર દેખાઇ રહ્યા છે. વિશ્વના દેશો હજુ કોરોનાથી પરેશાન છે. વિશ્વના દેશોમાં હાલમાં કોઇ રાહત મળે તેવી કોઇ શક્યતા દેખાઇ રહી નથી. ભારત હવે પ્રભાવિત દેશોની યાદીમાં ઝડપથી આગળ વધતા ભારત સરકાર ચિંતાતુર દેખાઇ રહી રહી  છે. ભારત ટુંક સમયમાં જ દુનિયામાં સૌથી પ્રભાવિત દેશોની યાદીમાં પ્રથમ સ્થાન પર પહોંચી જશે. ભારત સૌથી વધારે અસરગ્રસ્ત દેશોમાં હવે સામેલ છે.ભારત સહિત દુનિયાના ૨૧૩ દેશોમાં અનલોકની શરૂઆત કરવામાં આવી ચુકી છે.

આવી સ્થિતીમાં કેસોમાં વિસ્ફોટ જારી છે.ચીનના વુહાન ખાતેથી કોરોના વાયરસની શરૂઆત થયા બાદ તમામ જગ્યાએ આતંક છે. સ્થિતી હજુ બેકાબુ છે.  સૌથી વધારે પ્રભાવિત દેશમાં અમેરિકા સૌથી ઉપર છે. આવી જ રીતે ભારતમાં પણ કેસોની સંખ્યા પાંચ લાખના આંકડાને પાર કરી ગઇ છે.   કોરોના વાયરસના કેસોને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. કોરોનાની વધતી જતા ગ્રાફ વચ્ચે દુનિયાના દેશો હવે સ્થિતીને સામાન્ય બનાવવા માટે આગળ આવી રહ્યા છે.

સૌથી વધુ પ્રભાવિત…..

અમેરિકામાં ૨૬૩૭૦૭૭ કેસો છે અને ૧૨૮૪૩૭ મોત થઇ ચુક્યા છે

બ્રાઝિલમા ૧૩૪૫૨૫૪ કેસો છે ૫૭૬૫૮ લોકોના મોત

રશિયામાં  ૬૩૪૪૩૭ કેસો છે અને ૫૭૬૫૮ મોત થયા

ભારતમાં ૫૪૯૧૯૭  છે અને ૧૬૪૮૭ લોકોના મોત

બ્રિટનમાં ૩૧૧૧૫૧ કેસો છે અને ૪૩૫૫૦  મોત થયા

સ્પેનમાં ૨૯૫૮૫૦કેસ છે અને ૨૮૩૪૩ લોકોના મોત

પેરુમાં ૨૭૯૪૧૯ કેસો છે અને ૯૩૧૭ લોકોના મોત

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here