વિવાદીત ટિપ્પણીને લઈને કંગનાએ આઈપીએસ ડી.રૂપાને કરી સસ્પેન્ડ કરવાની માંગ

0
17
Share
Share

મુંબઈ,તા.૧૯

અભિનેત્રી કંગના રનૌત પોતાના બેબાક નિવેદન અને અલગ અંદાજના કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે. અભિનેત્રી કોઈપણનો ડર રાખ્યા વગર બિન્દાસ પણે પોતાની વાત લોકોની સામે રાખે છે. હાલમાં જ કંગના રનૌત એક ટિ્‌વટને લઈને ચર્ચામાં આવી છે. જેમાં તેણે કર્ણાટકની પ્રમુખ સચિવ આઈપીએસ ડી.રૂપાને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. ફટાકડાને લઈને લગાવેલા પ્રતિબંધના કારણે ટિ્‌વટર ઉપર આઈપીએસ ડી.રૂપા અને ની વચ્ચે તીખો વિવાદ જોવા મળ્યો હતો.

જેના પછી ટિ્‌વટરે એકાઉન્ટને સસ્પેન્ડ કરી દીધું હતું. પરંતુ તેના પછી ડી.રૂપા લોકોના નિશાના પર આવી ગઈ હતી અને તેમની ખૂબ જ ટીકા થઈ રહી છે. આ વચ્ચે કંગના રનૌતે પણ ટિ્‌વટ કરી તેમના પર નિશાન સાધ્યુ હતું. કંગના રનૌતે નિશાન સાધતા લખ્યું છે કે, તેમને સસ્પેન્ડ કરી દેવા જોઈએ, આવા પોલીસ વાળા ઉપર દેશને શરમ આવે છે.

અમે તેમને તેમના ખરાબ વિચારોને થોપવા નહીં દઈએ.  જણાવી દઈએ કે આઈપીએસ ડી.રૂપાએ  લઈને પોતાના ટિ્‌વટમાં લખ્યું હતું કે, આવા લોકો કાલ્પનિક પજવણી ઉપર પીડિતોની જેમ રડે છે. અને કોઈપણનું નામ લીધા વગર અને ચહેરા વગર ગાળી અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરે છે. જે લોકો સત્યની સાથે પોતાની વાત રાખે છે તેમને તમારા જેવા લોકોના ફોલોવર્સ ટ્રોલ કરે છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here