વિલિયર્સે મુંબઈ ઈન્ડિયન્સને સૌથી શ્રેષ્ઠ ટીમ ગણાવી છે

0
29
Share
Share

દુબઈમાં રમાયેલ ફાઇનલમાં મુંબઈએ દિલ્હી સામે ૫ વિકેટે વિજય મેળવી પાંચમી વખત ટાઇટલ પોતાના નામે કર્યું

નવી દિલ્હી,તા.૧૪

આઈપીએલની ૧૩મી સિઝન હવે ખતમ થઈ ગઈ છે. દુબઈમાં રમાયેલી ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે ૫ વિકેટે વિજય મેળવી પાંચમી વખત ટાઇટલ પોતાના નામે કર્યું છે. મુંબઈના આ વિજય પછી ઘણા દિગ્ગજો આ ટીમ અને તેના ખેલાડીઓની પ્રશંસા કરી રહ્યા છે. આ દરમિયાન એબી ડી વિલિયર્સે બતાવ્યું કે આઈપીએલ-૨૦૨૦ની બેસ્ટ ટીમ કોણ રહી છે. આરસીબીના સ્ટાર ક્રિકેટર એબી ડી વિલિયર્સે ટિ્‌વટ કરીને મુંબઈ ઇન્ડિયન્સને આઈપીએલ-૨૦૨૦ની બેસ્ટ ટીમ બતાવી છે. આઈપીએલના ઓફિશિયલ ટિ્‌વટર હેન્ડલથી આઈપીએલ-૨૦૨૦ના વિજેતાની જાહેરાત પર ટિ્‌વટનો જવાબ આપતા ડી વિલિયર્સે મુંબઈ ઇન્ડિયન્સને જીતના અભિનંદન આપતા કહ્યું કે શાબાસ મુંબઈ ઇન્ડિયન્સ! કોઈ જ શંકા વગર આ વર્ષની બેસ્ટ ટીમ. મુંબઈ ઇન્ડિયન્સ પ્રથમ વખત ૨૦૧૩માં ચેમ્પિયન બની હતી. આ પછી તે ૨૦૧૫, ૨૦૧૭ અને ૨૦૧૯માં પણ ચેમ્પિયન બની હતી. તે આ વખતે ટાઇટલ બચાવવા સફળ રહી છે. મુંબઈ બે વખત ચેમ્પિયન્સ લીગમાં પણ ચેમ્પિયન રહી છે. મુંબઈએ ફાઇનલમાં એકતરફ વિજય મેળવ્યો હતો. દિલ્હીએ ૨૦ ઓવરમાં ૧૫૭ રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ ૧૯.૪ ઓવરમાં ૫ વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here