વિરાટ-રોહિતનાં વખાણ કરતાં શોએબ પર ગુસ્સે થયા પાકિસ્તાની ફેન્સ

0
37
Share
Share

ન્યુ દિલ્હી,તા.૦૪

સોશિયલ મીડિયામાં બેબાક બોલ માટે જાણીતો શોએબ અખ્તરને હાલ પાકિસ્તાનીઓ જ સોશિયલ મીડિયામાં ટ્રોલ કરી રહ્યા છે. હાલમાં જ પાકિસ્તાન ટીમ ઈંગ્લેન્ડનો પ્રવાસ પૂરો કરીને પરત આવી છે. તેવામાં પાકિસ્તાન અને ભારતની સરખામણી કરતાં શોએબે વિરાટ કોહલી અને રોહિત શર્માના વખાણ કર્યા હતા. બસ પછી તો શું, આ વાત પાકિસ્તાની ફેન્સને ન ગમી. અને તેઓએ સોશિયલ મીડિયામાં અખ્તરને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. પણ પાછીપાની કરવાને બદલે શોએબ અખ્તરે ટ્રોલ્સ કરનારા પાકિસ્તાઓને કરારો જવાબ આપ્યો હતો.

વિરાટ કોહલી અને રોહિત શર્માના વખાણ કર્યા બાદ પાકિસ્તાની ફેન્સની ટીકાઓનો સામનો કરતાં શોએબ અખ્તરે કહ્યું કે, કેમ હું વિરાટ કોહલીના વખાણ કરી શકતો નથી. શું પાકિસ્તાન કે દુનિયોનો એકપણ એવો ખેલાડી છે કે જે કોહલીની નજીક હોય? મને સમજાતું નથી કે લોકો કેમ ગુસ્સામાં છે. મને કાંઈ કહેતા પહેલાં તમે જાઓને કોહલીના આંકાડાઓ જુઓ. વિરાટના નામે ૭૦ ઈન્ટરનેશનલ સેન્ચુરી છે. અને હાલના સમયમાં કેટલાં લોકોના નામે આટલી સદી છે. તો શું મારે તેની તારીફ ન કરવી જોઈએ? આ ખુબ જ અજીબ છે. આપણે સાફ જોઈ શકીએ છીએ કે વિરાટ દુનિયાનો સૌથી મોટો બેટ્‌સમેન છે. તે અને રોહિત હંમેશા પર્ફોર્મ કરે છે.

ઈંગ્લેન્ડમાં પાકિસ્તાનના પ્રદર્શન પર શોએબ અખ્તરે કહ્યું કે ટીમ માટે પ્રવાસ મુશ્કેલ હતો. બાયો બબલ માહોલમાં રહેવું એક અલગ પડકાર છે. પાકિસ્તાની ફાસ્ટ બોલરે કહ્યુ કે, ટીમ ફક્ત એક સેશન ખરાબ રમી અને તેના કારણે ટેસ્ટ સીરિઝ તેમના હાથમાંથી નીકળી ગઈ. તો ત્રીજી ટી૨૦ મેચમાં શાનદાર બેટિંગ કરનાર હૈદર અલીમાં ગજબ ટેલેન્ટ હોવાનું અખ્તરે કહ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here