વિરાટ પર આક્રમણ કરવાનું વિચારશો તો તે બેવડા જોરથી તૂટી પડશેઃ વોર્નર

0
12
Share
Share

સિડની,તા.૨૩

કોરોના વાયરસના કારણે હાલ સ્પોટ્‌ર્સ એક્ટિવિટી બંધ છે. આ દરમિયાન ક્રિકેટર્સ તેમના ફેન્સ સાથે વિવિધ માધ્યમો દ્વારા જોડાયેલા રહે છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્‌સમેન ડેવિડ વોર્નરે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને લઈ મોટું નિવેદન આપ્યું છે.

વોર્નરે જણાવ્યું કે, હું અને વિરાટ એક જેવા છીએ. જો તમે વિરાટ પર આક્રમણ કરવાનું વિચારશો તો તે બેવડા જોશથી તમારા પર તૂટી પડશે. તે બેટથી વધારે સારું પ્રદર્શન કરશે. આવું અમે બંને ઘણી વખત કરી ચુક્યા છીએ.

તેણે કહ્યું, તમે કોઈને આમ પણ ઉશ્કેરી શકો નહીં. કારણકે બાદમાં તેનું પરિણામ સારું નથી હોતું. આપણે જોઈ ચૂક્યા છીએ કે વિરાટે દબાણમાં કેટલો સારો દેખાવ કર્યો છે. ઓસ્ટ્રેલિયામાં ૨૦૧૮-૧૯માં તે ટીમ ઈન્ડિયાને ટેસ્ટ શ્રેણી જીતાડનારો પ્રથમ કેપ્ટન બન્યો હતો.

વોર્નરે કહ્યું, દક્ષિણ આફ્રિકા સામે બોલ ટેમ્પરિંગ વિવાદમાં તેની ભૂમિકા આવ્યા બાદ એક વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો હતો. જે બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર વાપસી કરી છે અને હવે ૪ ટેસ્ટ મેચની સીરિઝ અને મર્યાદીત ઓવરની મેચ માટે ચાલુ વર્ષના અંતે ભારત સામે રમાનારી સીરિઝની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here