વિરાટ કોહલી પિતા બન્યોઃ અભિનેત્રી અનુષ્કા શર્માએ દિકરીને જન્મ આપ્યો

0
18
Share
Share

મુંબઇ,તા.૧૧

ટીમ ઈન્ડિયાના કપ્તાન વિરાટ કોહલીની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માના ઘરે દિકરીનો જન્મ થયો છે. વિરાટ અને અનુષ્કાના કરોડો ચાહકો પણ એ પળની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા. વિરાટ અને અનુષ્કાના ઘરે દીકરી અવતરી છે. અનુષ્કાના અવરાતનારા બાળકને લઈને ભવિષ્યવાણી થઈ હતી. જાણિતા જ્યોતિષ પંડિત જગન્નાથ ગુરૂજીએ કહ્યું છે કે, વિરાટ અને અનુષ્કાના ઘરે એક નાની પરી જન્મ લેશે. જે આજે સાચી પડી છે. આ સમાચારથી ચાહકોના આનંદનો પાર નથી રહ્યો. લોકો આ ખુશખબર સાંભળીને ખુબ જ ખુશ થયા છે. વિરાટ કોહલી અને અનુષ્કાને અભિનંદન પાઠવી રહ્યા છે.

અનુષ્કા શર્માએ દીકરીને જન્મ આપ્યો છે. અનુષ્કા અને વિરાટની દીકરીનો જન્મ મુંબઈની બ્રીચ કેંડી હોસ્પિટલમાં આજે બપોરે થયો હતો. વિરાટ કોહલીએ આ માહિતી સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. અને દીકરીના આગમનની જાણકારી આપી હતી.

વિરાટ કોહલીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, અમે બંનેને આ વાતની જાણકારી આપતા ખુશી થાય છે કે આજ બપોરે અમારા ઘરે દીકરીનો જન્મ થયો છે. અમે તમારા પ્રેમ અને મંગલકામનાઓ માટે આભારી છીએ. અનુષ્કા અને દીકરી બંને સ્વસ્થ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here