વિરાટની પાસે બધુ હોવા છતા તે જમીન સાથે જોડાયેલ વ્યક્તિ છેઃ સરણદીપ સિંહ

0
27
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૨

ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી ફીલ્ડ પર જેટલી રમતને લઈને આક્રોશમાં જોવા મળે છે એટલા જ તે ફિલ્મની બહાર નરમ દીલના છે. આ વાતનો ખુલાસો બીસીસીઆઇના પૂર્વ સીલેક્ટર્સ સરણદીપ સિંહે કર્યો છે. સરણદીપ સિંહે કહ્યું કે, વિરાટની પાસે બધું હોવા છતાં તે જમીન સાથે જોડાયેલ વ્યક્તિ છે.

સરણદીપ સિંહે એક ઇન્ટરવ્યૂમાં વિરાટ વિશે વાત કરી જેમાં તેમણે કહ્યું કે, વિરાટ અને તેની પત્ની અનુષ્કા શર્માના મુંબઈના ઘરમાં એક પણ નોકર નથી. મતલબ ભોજનથી લઈને સાફ સફાઈ અને બાકીની અન્ય વસ્તુનું ધ્યાન તે બન્ને જ રાખે છે. તેમણે કહ્યું કે, “જો કોઈ તેના ઘરે જાય તો વિરાટ અને તેની પત્ની ખુદ તેના હાથેથી ભોજન પીરશે છે અને પોતાના ગેસ્ટનું ધ્યાન રાખે છે. તેનાથી સારું શું હોઈ શકે?” સરણદીપે કહ્યું કે, “ભારતીય ક્રિકેટ ટીમના અન્ય ખેલાડીઓમાં વિરાટ માટે એક ખાસ ઇજ્જત અને પ્રેમ છે.

સરણદીપ સિંહે વિરાટના ફીલ્ડ પર આક્રમક વ્યવહાર પર કહ્યું કે, “તે આવો એટલા માટે રહે છે કારણ કે તે ટીમના કેપ્ટનની સાથે સારું પ્રદર્શન કરવા માટે ઘણી વખત આવો વ્યવહાર કરવો જરૂરી પણ હોય છે. વિરાટ ટીમના બાકી ખેલાડીઓને સારું પ્રદર્શન કરવા માટે સતત પ્રેરિત કરતા રહે છે.” તમને જણાવીએ કે, વિરાટની પત્ની અનુષ્કા શર્માએ હાલમાં જ દીકરીને જન્મ આપ્યો છે. બન્નેએ પોતાની દીકરીનું નામ વામિકા રાખ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here