વિરાટના મેચમાં ખરાબ પ્રદર્શનને લઇ ગવાસ્કરે કહ્યું- ઈન્હોને તો બસ લોકડાઉન મેં અનુષ્કા કી ગેંદો કી પ્રેક્ટિસ કી હૈ

0
23
Share
Share

દુબઈ,તા.૨૫

ગુરુવારે રાત્રે કિંગ્સ ઈલેવન પંજાબ અને આરસીબી વચ્ચેની મેચમાં એક વિવાદે જન્મ લીધો છે. અને આ વિવાદ સુનીલ ગાવસ્કર સાથે સંકળાયેલો છે. મેચમાં વિરાટ ફ્લોપ થતાં જ લાઈવ કોમેન્ટ્રીમાં જ ગાવસ્કર ભાન ભૂલ્યા હતા. અને વિરાટ પર કોમેન્ટ કરતાં તેણે વચ્ચે અનુષ્કાનું નામ લઈને અભદ્ર ટિપ્પણી કરી હતી. જે બાદ તો ફેન્સ ભડક્યા હતા અને ગાવસ્કરને કોમેન્ટેટરમાંથી કાઢવાની વાત કરી હતી. વિરાટ કોહલી માટે ગુરુવારની મેચ અત્યંત ખરાબ રહી હતી. પહેલાં તેણે કેએલ રાહુલના બે કેચ છોડ્યા હતા.

અને બાદમાં જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે માત્ર એક રન બનાવીને તે આઉટ થઈ ગયો હતો. તે જ્યારે પેવેલિયન તરફ આવી રહ્યો હતો ત્યારે કોમેન્ટ્રી કરતાં ગાવસ્કરે કહ્યું હતું કે, ઈન્હોને તો બસ લોકડાઉન મેં અનુષ્કા કી ગેંદો કી પ્રેક્ટિસ કી હૈ. બસ પછી તો શું હતું, આવી અભદ્ર ટિપ્પણીને લઈ વિરાટ કોહલીનાં ફેન્સ ભારે રોષે ભરાયા હતા.

અને તેઓએ સુનીલ ગાવસ્કરની ઝાટકણી કાઢતાં તેને કોમેન્ટેટરમાંથી હટાવવાની માગ કરી હતી. જો કે, લોકડાઉન સમયે વિરાટ કોહલી બેટિંગ કરતો હોય અને અનુષ્કા તેને બોલિંગ કરતી હોય તે વીડિયો શેર કર્યો હતો. પણ ફેન્સે ગાવસ્કરની કોમેન્ટ્રીનો કાંઈક ઉંધો જ અર્થ કાઢી લેતાં હવે વિવાદ શરૂ થયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here