વિમાન કારોબાર ૫ વર્ષ પાછળ જશે

0
24
Share
Share

કોરોના વાયરસના કારણે વિમાન કારોબાર હાલમાં ઠપ્પ છે. જો કે આ ક્ષેત્ર સાથે જોડાયેલા નિષ્ણાંતો અને આ ક્ષેત્રમાં કામ કરતા ટોપના લોકો કબુલ કરી રહ્યા છે કે વિમાન કારોબાર કોરોના વાયરસના કારણે પાંચ વર્ષ સુધી પાછળ જતો રહેશે. કેટલીક વિમાની કંપનીઓ તો જ્યારે વિમાની સેવા ફરી સામાન્ય બનશે ત્યારે ટકી પણ શકશે નહીં તેવી સ્થિતી સર્જાઇ ગઇ છે. કાપાના હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વિમાન ઉદ્યોગ પાંચ વર્ષ પાછળ પહોંચી જવાથી તેને રિકવર કરવામાં ખુબ મુશ્કેલ થનાર છે. ભારતના સ્થાનિક વિમાની યાત્રીઓની સંખ્યા આઠથી નવ કરોડ સુધી મર્યાદિત રહી શકે છે. જ્યારે વિમાની સેવા ફરી શરૂ કરવામાં આવશે ત્યારે કેટલીક કંપનીઓ તો આમાં સરવાઇન પણ કરી શકશે નહીં. આગામી છથી આઠ મહિના સુધી તો ૨૦૦ વિમાનો તો વિમાનીમથકો પર હાલની સ્થિતીની જેમ જ રહી શકે છે. કોરોના વાયરસની લપેટમાં ભારતીય અર્થવ્યવસ્થા ખરાબ રીતે આવી ગઇ છે. આની અસર ભારતીય વિમાની કારોબારમાં પણ ખરાબ રીતે થનાર છે. વિમાન જગતના નિષ્ણાંત મુલ્યાંકનકાર સેન્ટર ફોર એશિયા પેસિફિક એવિએશન (કાપા)ના હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આગામી નાણાંકીય વર્ષના ગાળા દરમિયાન ભારતમાં સ્થાનિક વિમાની યાત્રીઓની સંખ્યામાં પાંચ કરોડ સુધીનો ઘટાડો થઇ શકે છે. કોવિડ-૧૯ એન્ડ ધ સ્ટેટ ઓફ ધ ઇન્ડિયન એવિએશન ટાઇટલ સાથે તૈયાર કરવામાં આવેલા કાપાના હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આગામી દિવસો મુશ્કેલભરેલા રહેનાર છે. રિપોર્ટમા કહેવામાં આવ્યુ છે કે વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતમાં સ્થાનિક વિમાનીયાત્રીઓની સંખ્યા આઠથી નવ કરોડ સુધી મર્યાદિત રહી શકે છે. આ વર્ષ ૨૦૧૯-૨૦માં સંખ્યા ૧૪ કરોડ રહી હતી. જોવામાં આવે તો ભારતમાં આઠથી નવ કરોડ સ્થાનિક વિમાની યાત્રી તો વર્ષ ૨૦૧૫-૧૬માં હતા. કાપાના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે કોરોના વાયરસના કારણે ઉભા થયેલા સંકટ વચ્ચે વિમાની ઉદ્યોગનુ કદ ઘટી જશે. જ્યારે વિમાની સેવા શરૂ થશે ત્યારે કેટલીક કંપનીઓ તો ટકી પણ શકશે નહી. કોરોના સંકટ પહેલા ભારતીય વિમાની કંપનીઓના ઓપરેશનલ કાફલામાં ૬૫૦ વિમાનો સામેલ હતા. કાપાના કહેવા મુજબ હવે કોરોના સંકટમાંથી બહાર નિકળ્યા બાદ આટલા વિમાન ફરીથી શરૂ કરવામાં એક વર્ષનો સમય લાગી શકે છે. આવુ એટલા માટે છે કે યાત્રી મળશે તો જ વિમાની સેવા શરૂ થશે. આવી સ્થિતીમાં હાલમાં તો આગામી છથી ૧૨ મહિનાના ગાળા દરમિયાન ૨૦૦થી વધારે વિમાનો તો વિમાનીમથક પર જ રહેનાર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વિમાન યાત્રીઓના ઇન્ટરનેશનલ ટ્રાફિકમાં પણ ઉલ્લેખનીય ઘટાડો થનાર છે. અંદાજ મુકવામાં આવ્યો છે કે વિશ્વમાં ઉડ્ડયન ઉદ્યોગની પાંખ કોરોના વાયરસે કાપી નાંખી છે. વિશ્વમાં તેની સંખ્યા ૨૦૨૦ અને ૨૧ સુધી ઘટીને ૩૫થી ૪૦ મિલિયન સુધી રહી શકે છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે વર્ષ ૨૦૧૯માં વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વિમાની યાત્રીઓની સંખ્યા આશરે ૭૦ મિલિયન આંકવામાં આવી હતી. ઇન્ટરનેશનલ ટ્રાફિકમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. કોરોના વાયરસનો હાહાકાર દુનિયાના દેશોમાં જારી છે. આવી સ્થિતીમાં હાલમાં દુનિયાના મોટા ભાગના દેશોમાં લોકો ઘરમાં છે. તમામ જગ્યાએ લોકડાઉનનો ગાળો ચાલી રહ્યો  છે ભારતમાં તો ટ્રેન, વિમાની સેવા બંધ છે. પરિવહન સેવા પણ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી રહી છે. મત્ર જીવનજરૂરી સેવા માટે જ વાહનો ચાલી રહ્યા છે. કોરોનાના કારણે દેશ અને દુનિયાના દેશો હાલમાં કટોકટીમાં છે. કોરોના આતંક હાલમાં જારી રહી શકે છે. દુનિયના દેશો તેને રોકવા માટે મથામણ કરી રહ્યા છે પરંતુ કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલમાં કેસોની સંખ્યા અતિ ઝડપથી વધી રહી છે. જેમાં ભારત પણ સામેલ છે. ભારતમાં તો હાલમાં ૨૧ દિવસનો લોકડાઉનનો ગાળો ચાલી રહ્યો છે જે દરમિયાન તમામ પરિવહન સેવાને બંધ રાખવામાં આવી છે. કોરોના પર કોઇ રીતે અંકુશ મુકવાના પ્રયાસ ચાલી રહ્યા છે. હજુ વધારે મુશ્કેલ લડાઇ ભારતને કોરોના સામે લડવી પડે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. સામાન્ય લોકો ઘરમાં ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને ગરીબ અને મઘ્યમ વર્ગની સમસ્યા સૌથી વધારે ખરાબ થઇ રહી છે. તમામ વિમાન હવે ફરી આકાશમાં ઉડાણ ભરે તે માટે એક વર્ષનો સમય તો કમ સે કમ લાગી શકે છે. આના માટે તમામ રાહતો પણ તેમને આપવાની રહેશે. કારણ કે હાલ હાલત ખરાબ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here