વિમાન કંપનીઓની આવક જૂન ક્વાર્ટરમાં ૮૫.૭% ઘટીઃ ઉડ્ડયન મંત્રી

0
18
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૬

કોરોના મહામારી અને લોકડાઉનથી એરલાઇન્સ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે કારણ કે, આ દરમિયાન મોટાભાગની ઉડાનો બંધ રાખવામાં આવી હતી. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યુ કે, ભારતન એરલાઇન્સ કંપનીઓની આવક ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રથમ જૂન ક્વાર્ટર દરમિયાન વાર્ષિક તુલનાએ ૮૫.૭ ટકા ઘટીને રૂ. ૩૬૫૧ કરોડ નોંધાઇ છે.

આવક ઘટવાની સાથે એરલાન્સ કંપનીઓ દ્વારા જંગી પ્રમાણમાં કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. આથી જુલાઇના અંતે ભારતીય વિમાન કંપનીઓના કર્મચારીઓની સંખ્યા પણ ૭.૦૭ ટકા ઘટીને ૬૯,૫૮૯ થઇ ગઇ છે જે ૩૧મી માર્ચ, ૨૦૨૦ના અંતે ૭૪,૮૮૭ હતી. ઉડ્ડયન મંત્રીએ આ માહિતી આજે રાજ્યસભામાં લખિતમાં જણાવી હતી.

વધુમાં જણાવ્યુ કે, એરપોર્ટ ઓપરેટર્સની આવક જૂન ક્વાર્ટર ૨૦૧૯ના રૂ. ૫૭૪૫ કરોડથી ઘટીને જૂન ક્વાર્ટર ૨૦૨૦માં રૂ. ૮૯૪ કરોડે આવી ગઇ છે. એરપોર્ટ પર કર્મચારીઓની કુલ સંખ્યા પણ ૩૧મી માર્ચના  ૬૭,૭૬૦ થી ઘટીને ૩૧મી જુલાઇના અંતે ૬૪,૫૧૪ થઇ ગઇ છે.

ઉડ્ડયન મંત્રીએ કહ્યુ કે, એપ્રિલથી જૂન ૨૦૨૦ દરમિયાન સરકારી માલિકીની વિમાન કંપની એર ઇન્ડિયા એરલાઇન્સની કુલ આવક ઘટીને રૂ. ૧૫૩૧ કરોડ નોંધાઇ છે જ્યારે વર્ષ પૂર્વેના સમાન ક્વાર્ટરમાં રૂ. ૭૦૬૬ કરોડની આવક હતી. ડોમેસ્ટિક એર ટ્રાફિકની સંખ્યા પણ માર્ચથી જુલાઇ દરમિયાન ઘટીને ૧.૨ કરોડ રહ્યો છે જે વર્ષ પૂર્વેના સમાન ક્વાર્ટરમાં ૫.૮૫ કરોડ હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here