વિન્ડિઝના ટેસ્ટ સિરીઝના ટી-શર્ટ પર બ્લેક લાઈવ્ઝ મેટર લોગો હશે

0
11
Share
Share

નવી દિલ્હી, તા. ૨૯

વેસ્ટ ઈન્ડીઝ ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે ૩ ટેસ્ટની સીરિઝમાં બ્લેક લાઈવ્સ મેટર લોગો વાળી ટી-શર્ટ પહેરીને રમી શકશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે  પણ આ નિર્ણયને મંજૂરી આપી છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કોરોનાવાયરસ વચ્ચે લગભગ ૩ મહિના પછી આ સીરિઝથી ફરી શરૂ થઈ રહ્યું છે. આ સિરીઝની પહેલી ટેસ્ટ ૮ જુલાઈના રોજ ઇંગ્લેન્ડના સાઉથહેમ્પટનમાં રમાશે. અમેરિકામાં પોલીસના અત્યાચારને પગલે અશ્વેત જ્યોર્જ ફ્‌લોયડનું મોત થયું. જે નિર્દયી રીતે તેની હત્યા કરાઈ તે બાદ અમેરિકામાં ભારે રમખાણો ફાટી નીાકળ્યા અને વિશ્વભરમાં રંગભેદ સામેના વિરોધ પ્રદર્શન શરૂ થયાં હતાં. આ પછી, ફૂટબોલ અને ક્રિકેટ સિવાય, બધા રમતગમતના ખેલાડીઓએ બ્લેક લાઈવ્સ મેટર આંદોલનને ટેકો આપ્યો. ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટન જેસન હોલ્ડર, ડેરેન સેમી, ક્રિસ ગેલ અને ડ્‌વેન બ્રાવોએ તેની સામે અવાજ ઉઠાવ્યો હતો. ૈંઝ્રઝ્રએ પણ તેમને સમર્થન આપ્યું છે.વેસ્ટ ઈન્ડિઝનાં કેપ્ટન જેસન હોલ્ડરે આ પરિવર્તન અંગે કહ્યું કે, “અમારું માનવું છે કે આ લોકો સામે અવાજ ઉઠાવવો એ અમારી ફરજ છે. રમતગમત, ક્રિકેટ અને વેસ્ટ ઈન્ડીઝની ટીમના ઈતિહાસમાં આ એક મોટું પરિવર્તન છે. અહીં ભલે અમે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ રમવા આવ્યા છીએ, પરંતુ વિશ્વમાં ચાલી રહેલી સમાનતા અને ન્યાયની લડતમાં પણ સમર્થન આપી રહ્યા છીએ.” બ્લેક લાઈવ્સ મેટરનો લોગો ગ્રાફિક્સ ડિઝાઈનર અલીશા હોસના દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો છે. આ પ્રકારના લોગોનો જ ફૂટબોલ ટૂર્નામેન્ટ ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં ઉપયોગ થયો હતો. લીગની તમામ ૨૦ ટીમોના ખેલાડીઓ લોગો ધરાવતા ટી-શર્ટ પહેરીને મેચ રમ્યા હતા. દરેક સીરિઝ પહેલા એન્ટી-રેસિઝમ અભિયાન ચલાવવામાં આવે છે. હોલ્ડરનાં મતે જાતિવાદને પણ ક્રિકેટમાં ડોપિંગ અને મેચ ફિક્સિંગની જેમ ગંભીરતાથી લેવો જોઈએ તેવો જ મુદ્દો છે. તમામ ટીમ્સે એન્ટિ-ડોપિંગ અને એન્ટી-કરપ્શનની સાથે એન્ટી-રેસિઝ્‌મ માટે સેમિનારની શરૂઆત કરવી જોઈએ. તેણે કહ્યું, ‘મેં કોઈ જાતિવાદી ભેદભાવનો અનુભવ કર્યો નથી, પરંતુ મેં એ પ્રશ્વનો જોયા ચોક્કસ છે.’ હોલ્ડરે કહ્યું, “મને નથી લાગતું કે જાતિવાદ કોઈ પણ રીતે ડોપિંગ અથવા ભ્રષ્ટાચારથી અલગ છે. આ માટે અલગ દંડ થવો જોઈએ. જો આપણે આ બાબતો રમતની અંદર પણ જોઈ હોય, તો આપણે તેમની સાથે સમાન રીતે વ્યવહાર કરવો જોઈએ.” ગર્વનિંગ બોડીના એન્ટી રેસિઝ્‌મ કોડ હેઠળ, જો કોઈ ખેલાડી ત્રીજી વખત દોષી સાબિત થાય છે, તો તેને આજીવન પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે. પ્રથમ વખત, ભૂલ પર ૪ ટેસ્ટ અથવા ૮ મેચ રમવા પર પ્રતિબંધ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here