વિનસ હોસ્પિટલમાં મહિલાના મોતથી પરિવારનો હોબાળોઃ તબીબો પર આરોપ

0
12
Share
Share

સુરત,તા.૧૨

શહેરની વિનસ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી વૃદ્ધ મહિલાનું મોત થયાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. મહિલાની હાર્ટની સારવાર ચાલી રહી હતી. જોકે સારવાર બાદ રજા આપ્યા બાદ દવા બદલવાનું કહી મહિલાને એક અઠવાડિયા પહેલાં દાખલ કરાઈ હતી. પરંતુ બંધ કરેલી દવા પીવડાવી દેવાયા બાદ માતાને ગભરામણ શરૂ થઈ ગઈ હતી. અને ૈંઝ્રેંમાં લઇ જવાયા બાદ તેને મૃત જાહેર કરી દેતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને લાશનું પી.એમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી.

સુરતમાં લાલ દરવાજાની ખ્યાતનામ વિનસ હોસ્પિટલમાં વૃદ્ધ મહિલાના મોત બાદ પરિવારે હોબાળો મચાવી ડોક્ટરની બેદરકારીથી મોત થયું હોવાનું આક્ષેપ કર્યો હતો. મૃતક મહિલાની હાર્ટની સારવાર ચાલી રહી હતી. રજા આપી દેવાયા બાદ દવા બદલવાનું કહી મહિલાને એક અઠવાડિયા પહેલા દાખલ કરાઈ હતી.

રવિવારે બંધ કરેલી દવા પીવડાવી દેવાયા બાદ માતાને ગભરામણ શરૂ થઈ ગઈ હોવાનું દીકરીએ જણાવ્યું હતું. એટલું જ નહીં પણ ડોક્ટરને જાણ કરાયા બાદ પમ્પિંગ કરી માતાને ૈંઝ્રેંમાં લઇ જવાયા બાદ તેને મૃત જાહેર કરી ડોક્ટરોએ હાથ ઉંચા કરી દીધા હતા. ભારે હોબાળો થતા પરિવારે ૪ વાર ૧૦૦ નંબર પર ફોન કર્યા બાદ રેલવે સ્ટેશન નજીક હોસ્પિટલ આવી હોવાનું જણાવતા લાલગેટ પોલીસ દોડી આવી હોવાનું પરિવારે જણાવ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here