વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૦ અન્વયે જિલ્લાના નોડલ અધિકારીશ્રીઓની બેઠક યોજાઈ

0
21
Share
Share

લીંબડી,તા. ૯

લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી નિષ્પક્ષ અને ન્યાયી  રીતે થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અન્વયે જિલ્લાના નોડલ અધિકારીશ્રીઓની એક બેઠક જિલ્લાના વિકાસ અધિકારીશ્રી એસ.કે.હુડ્ડા તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.કે.જોષીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.

આ બેઠકમાં નોડલ અધિકારીશ્રીઓની કામગીરીની સમિક્ષા કરતા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ભરત જોષીએ જણાવ્યું હતુ કે, ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન આપણે સૌએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારશ્રીની માર્ગદર્શિકાનું ચૂસ્ત પણે પાલન કરવાનું છે.

આ બેઠકમાં એક્ષ્પેન્ડીચર અને મોનીટરીંગ, મેનપાવર મેનેજમેન્ટ, લો એન્ડ ઓર્ડર, એમ. સી. સી., ઈ.વી.એમ. – વી.વી.પેટ મેનેજમેન્ટ, ટ્રાન્સપોટર્ મેનેજમેન્ટ, ટ્રેનીંગ મેનેજમેન્ટ, મટીરીયલ્સ મેનેજમેન્ટ, બેલેટ પેપર અને ડમી બેલેટ, સ્વીપ સહિતની વિવિધ કામગીરીની ચર્ચા – વિચારણા કરી ઉપસ્થિત નોડલ ઓફિસરશ્રીઓએ તેમની કામગીરીની વિસ્તૃત વિગતો રજુ કરી હતી.

આ તકે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ કોરોના મહામારીને ધ્યાને લઈ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકાની વિસ્તૃત છણાવટ કરી ઉપસ્થિત તમામ નોડલ ઓફિસરશ્રીઓને ચૂંટણી પંચની આ માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન કરી ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, આચારસંહિતાનો ભંગ ન થાય અને પારદર્શી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે અનુરોધ કર્યો હતો.આ બેઠકમાં જિલ્લાના ચૂંટણી નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here