વિદેશી મૂડી પ્રવાહ વધતા સેન્સેક્સ ૨૫૮ પોઈન્ટ અપ

0
18
Share
Share

ઈન્ડસઇન્ડ બેંક, એનટીપીસી, એસબીઆઇ, એક્સિસ બેંક, ભારતી એરટેલ જેવી કંપનીઓના શેરના ભાવ તૂટ્યા

મુંબઈ, તા.૧૬

વિદેશી મૂડીના વધતા પ્રવાહ વચ્ચે બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ ૨૫૮.૫૦ પોઇન્ટ એટલે કે ૦.૬૬ ટકા વધીને ૩૯,૩૦૨.૮૫ પર બંધ થયો છે. આ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૮૨.૭૫ પોઇન્ટ એટલે કે ૦.૭૨ ટકા વધીને ૧૧, ૬૦૪.૫૫ ની સપાટીએ બંધ રહ્યો છે.

સેન્સેક્સ શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સૌથી વધુ વધ્યા હતા. તેમાં ૪ ટકાથી વધુનો ફાયદો થયો છે. અન્ય મોટા ફાયદાઓમાં બજાજ ઓટો, સન ફાર્મા, એચડીએફસી બેંક, ઇન્ફોસીસ, એલએન્ડટી અને અલ્ટ્રાટેક સિમેન્ટનો સમાવેશ થાય છે. બીજી તરફ ઈન્ડસઇન્ડ બેંક, એનટીપીસી, એસબીઆઇ, એક્સિસ બેંક, ભારતી એરટેલ અને ઓએનજીસી જેવી કંપનીઓના શેરના ભાવ તૂટ્યા છે.

વેપારીઓના મતે, યુએસ ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિની ઘોષણા પહેલા વૈશ્વિક સ્તરે મિશ્ર વલણ હોવા છતાં, સ્થાનિક બજારમાં સ્ટોક-કેન્દ્રીત લેવાલીને કારણે અને શેરબજારમાં સતત વિદેશી મૂડી પ્રવાહ જારી રહેવાના લીધે શેર બજારોમાં તેજી રહી છે. શેરબજારમાં ઉપલબ્ધ માહિતી અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ મંગળવારે ૧,૧૭૦.૮૯ કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે.

વેપારીઓએ જણાવ્યું હતું કે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસના નિવેદન દ્વારા પણ બજારને ટેકો મળ્યો હતો. તેમણે બુધવારે કહ્યું કે રિઝર્વ બેંક રોકડ જાળવવા અને આર્થિક વિકાસને વેગ આપવા માટે જે પણ પગલાની જરૂર પડશે તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. બીજી તરફ, વૈશ્વિક સ્તરે એશિયાના અન્ય બજારોમાં, ચીનમાં શાંઘાઈ, હોંગકોંગ અને દક્ષિણ કોરિયાના સોલ નુકશાનમાં રહ્યા, જ્યારે જાપાનમાં ટોક્યોના બજાર તેજી રહી હતી. યુરોપના મુખ્ય બજારોમાં પ્રારંભિક વેપારમાં વૃધ્ધિ નોંધાઈ હતી. દરમિયાન વૈશ્વિક ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ૨ ટકા વધીને ૪૧.૩૪ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે. વિદેશી ચલણ વિનિમય બજારમાં ડોલર સામે રૂપિયો ૧૨ પૈસા મજબૂત થઈ ૭૩.૫૨ ની સપાટીએ બંધ રહ્યો છે.

સ્થાનિક શેરબજારમાં યુએસ ડોલર અને યુએસ ચલણના નબળા વલણના પગલે રૂપિયો બુધવારે યુએસ ડોલર સામે ૧૨ પૈસા વધીને ૭૩.૫૨ (પ્રોવિઝનલ) ની સપાટીએ બંધ રહ્યો છે.

ઇન્ટરબેંક વિદેશી વિનિમય બજારમાં યુએસ ડોલર સામે સ્થાનિક ચલણમાં ભારે વધઘટ જોવા મળી હતી. રૂપિયો. ૭૩.૭૦ પર ખુલ્યો અને વધુ ઘટ્યો, જોકે અંતે યુએસ ડોલર સામે ભારતીય ચલણ  ૭૩..૫૨ ના સકારાત્મક સ્તર પર બંધ થયું. આ રીતે રૂપિયો અગાઉના બંધ ભાવ ૭૩.૬૪ ની સરખામણીમાં ૧૨ પૈસા વધ્યો છે. દિવસના કામકાજમાં ડોલર સામે રૂપિયો ૭૩.૪૮ ની ઊંચી સપાટી અને. ૭૩.૭૮ ની સપાટીને સ્પર્શ્યો હતો. દરમિયાન, છ મોટી કરન્સી સામે યુએસ ડોલરની સ્થિતિ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ, ૦.૧૨ ટકા ઘટીને ૯૨.૯૪ પર બંધ રહ્યો. શેરબજારના આંકડા મુજબ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો મૂડી બજારમાં ચોખ્ખા ખરીદાર હતા અને તેઓએ મંગળવારે એકંદર ૧,૧૭૦.૮૯ કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. દરમિયાન, બ્રેન્ટ ક્રૂડ વાયદો ૨.૪૪ ટકા વધીને ૪૧.૫૨ ડોલર પ્રતિ બેરલ રહ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here