વિદેશી મહિલાની કૂખેથી જન્મેલ બાળક ક્યારેય દેશભક્ત ન હોઈ શકેઃ પ્રજ્ઞા ઠાકુર

0
53
Share
Share

રાહુલ ગાંધીનું નામ લીધા વગર સાંસદનું વિવાદાસ્પદ નિવેદન

ભોપાલ,તા.૨૯

પોતાના નિવેદનો માટે હંમેશા ટીકાઓનો શિકાર રહેતી સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરે ફરીથી એવુ કંઈ કહ્યુ છે જેના પર હોબાળો મચવો નક્કી છે. તેમણે કોંગ્રેસ યુવરાજ રાહુલ ગાંધી પર નામ લીધા વિના એક વિવાદિત ટિપ્પણી કરી છે. મીડિયા સાથે વાત કરતા પ્રજ્ઞા ઠાકુરે કહ્યુ કે વિદેશી મહિલાા ગર્ભમમાંથી જન્મેલ વ્યક્તિ ક્યારેય રાષ્ટ્રભક્ત ન હોઈ શકે.

સાંસદે કહ્યુ કે કોંગ્રેસે પોતાનામાં ઝાંખીને જોઈ લેવુ જોઈએ એક વાર, તેમની પાર્ટીમાં ન તો બોલવાની સભ્યતા છે, ના તો સંસ્કાર છે અને ના દેશભક્તિ. હું તો એક જ વાત કહીશ, તેમના નેતા બે-બે દેશોની સભ્ય છે, દેશભક્તિ આવશે ક્યાંથી, એક વિદેશીના પેટમાંથી જન્મેલાને શું સમજમાં આવશે કે દેશ અને દેશપ્રેમ શું હોય છે?

પ્રજ્ઞા ઠાકુરે કહ્યુ હતુ કે મે નવ વર્ષ સુધી કોંગ્રેસની યાતનાઓ સહન કરી. આ દરમિયાન મને શરીર પર ઘણી જગ્યાએ ઈજાઓ થઈ. મારી આંખોથી લઈને માથા સુધી સોજા આવી ગયા હતો, આના કારણે મને આજે પણ એક આંખમાં ધૂંધળુ દેખાય છે અને બીજી આંખમાં તો બિલકુલ નથી દેખાતુ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here