વિદેશથી આવતા ગુજરાતીઓ માટે રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર

0
9
Share
Share

બે તબક્કામાં ૧૪ દિવસનું ક્વોરન્ટાઈન કરાયુ ફરજિયાત

ગાંધીનગર,તા.૨૯

કોરોના મહામારી વચ્ચે વિદેશોમાં ફસાયેલા ગુજરાતીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. વિદેશથી આવતા ગુજરાતીઓ માટે ગુજરાત સરકાર દ્વારા એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. કોરોના મહામારી વચ્ચે વિદેશોમાં ફસાયેલા લોકો હવે ધીમેધીમે લોકડાઉન હળવું થતાં પોતાના વતન પાછા ફરી રહ્યા છે. ત્યારે વિદેશથી આવતા લોકો કોરોના સંક્રમણ વધારે નહીં તેના માટે સરકાર સતર્ક બની ગઈ છે.

ગુજરાત સરકારે વિદેશથી આવતા ગુજરાતીઓ માટે ગાઈડલાઈન બહાર પાડીને એક નિર્ણય લીધો છે. નિર્ણય પ્રમાણે વિદેશથી આવતા ગુજરાતીઓએ બે તબક્કામાં ૧૪ દિવસ સુધી ફરજિયાત ક્વોરન્ટાઈન થવું પડશે. સુરત, અમદાવાદમાં સંસ્થાકીય ક્વોરન્ટાઈનની મંજૂરી પણ આપવામાં આવી છે, જેથી ૭ દિવસ સંસ્થાકીય અને ૭ દિવસ હોમ ક્વોરન્ટાઈન થવું પડશે. સરકારના સામાન્ય વહીવટ વિભાગે એક પરિપત્ર બહાર પાડીને આ ગાઈડલાઈન્સ વિશે વિસ્તારપૂર્વક માહિતી આવી છે.

સુરત,અમદાવાદમાં સંસ્થાકીય ક્વોરન્ટાઈનની મંજૂરી મળતા ભારત બહારથી આવતા લોકો માટે રાહતના સમાચાર આજે મળી રહ્યા છે. હવેથી સાત દિવસ જ સરકારી વ્યવસ્થા મુજબ ક્વોરન્ટાઈન થવુ પડશે, જ્યારે બાકીના સાત દિવસ પોતાના ઘરે રહેવાની મંજૂરી આપવામાં આવી છે. વિદેશથી આવતા ગુજરાતીઓને સામાન્ય વહીવટ વિભાગે બહાર પાડેલા પરિપત્ર પ્રમાણે ઈંજીેટ્ઠિં અને ઈંટ્ઠરદ્બીઙ્ઘટ્ઠહ્વટ્ઠઙ્ઘ માં પણ સરકારી વ્યવસ્થામા ક્વોરન્ટાઈન થવાની પરવાનગી મળી ગઈ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here