વિડિયો સ્ટ્રીમિંગનો હિસ્સો હજુ વધશે

0
36
Share
Share

દેશમાં વિડિયો જોવાનો ક્રેઝ જોરદાર રીતે વધી ગયો છે. સામાન્ય વ્યક્તિની પાસે ઓછી કિંમતમાં સારા મોબાઇલ ફોન હવે પહોંચી ચુક્યા છે. મોબાઇલ ડેટા પણ ખુબ સસ્તા છે. આવી સ્થિતીમાં દરેક વ્યક્તિ સ્થાનિક ભાષામાં કન્ટેન્ટ જોઇ શકે છે. દેશમાં કેટલાક વિડિયો સ્ટ્રીમિંગ એપ્સ સારા કન્ટેન્ટ પેશ કરવામાં લાગેલા છે. અલબત્ત હજુ પણ યુ ટ્યુબ દેશમાં નંબર વન વિડિયો સ્ટ્રીમિંગ એપ તરીકે છે. આ ફ્રી પણ છે. તેના માટે કોઇ માસિક ચાર્જ લાગુ કરવામાં આવતા નથી. કેટલીક મોટી કંપનીઓ પણ વિડિયો સ્ટ્રીમિંગ એપ્સ સારા કન્ટેન્ટ પેશ કરવામાં લાગેલા છે. પરંતુ આના માટે યુઝર્સ પાસેથી માસિક અથવા તો વાર્ષિક ચાર્જ વસુલ કરવામાં આવે છે. આવી સ્થિતીમાં સામાન્ય વ્યક્તિુ યુટ્યુબ પર જ સ્થાનિક ભાષાના વિડિયો જોઇ રહ્યા છે. કેટલાક યુઝર્સ સર્ચ બારમાં યોગ્ય વર્ડ ટાઇપ કરી શકતા નથી. આવી સ્થિતીમાં વોઇસ સર્ચ તેમના માટે ઉપયોગી સાબિત થાય છે. તેઓ બોલીને પોતાના પસંદગીના વિડિયો નિહાળી શકે છે. કેટલાક ભારતીય લોકો માટે તો ઇન્ટરનેટનો અર્થ જ ઓનલાઇન વિડિયો છે. પહેલા જ્યાં માત્ર મેટ્રો શહેરના લોકો ડ ઇન્ટરનેટ કામમાં લેતા હતા. જો કે હવે શહેરો, ગ્રામીણ વિસ્તારો અને ગામોમાં રહેતા લોકો પણ સ્થાનિક ભાષામાં વિડિયો નિહાળી શકે છે. દેશમાં મોબાઇલ ડેટા સસ્તા થઇ ગયા બાદ આની ઉપયોગિતા અનેક ગણી વધી ગઇ છે. આવી  સ્થિતીમાં સ્થાનિક ભાષામાં વિડિયો લાખોની સંખ્યામાં હાલમાં નિહાળવામાં આવે છે. સામાન્ય વ્યક્તિ પણ પોતાની માતૃભાષામાં વોઇસ સર્ચ કરી શકે છે. યુટ્યુબ સુધી લાખો ભારતીય લોકોની પહોંચ થઇ ચુકી છે. ભારતમાં યુ ટ્યુબની વાત કરવામાં આવે તો કેટલીક નવી બાબત નિકળીને સપાટી પર આવી જાય છે. દરરોજ એક ભારતીય વિડિયો પર વધુને વધુ સમય ગાળે છે. વર્ષ ૨૦૧૮માં દરેક ભારતીય વિડિયો પર દરકરોજ ૫૨ મિનિટ ગાળી રહ્યો હતો. આ સમય હવે વર્ષ ૨૦૨૦માં વધીને ૬૭ મિનિટ થઇ ગયો છે. વર્ષ ૨૦૨૦મા ંપણ વૈશ્વિક સ્તરની વાત કરવામાં આવે તો વિશ્વમાં દરેક વ્યક્તિ દરરોજ ૬૭ મિનિટ વિડિયો પર ગાળે છે. કેટલાક સ્થાનિક ભાષાના યુટ્યુબ સ્ટાર્સ ભારે ચર્ચા જગાવી રહ્યા છે. સ્થાનિક ભાષામાં યુટ્યુબ વ્યુઅરશીપની વાત કરવામાં આવે તો પણ આ સંખ્યા વધારે રહે છે. વર્ષ ૨૦૧૮ના આંકડાને ધ્યાનમાં લેવામાં આવે તો તેલુગુ ભાષામાં યુટ્યુબ વ્યુઅરશીપનો આંકડો ૬૭.૪ અબજનો રહ્યો હતો. આવી જ રીતે વર્ષ ૨૦૧૬માં તેલુગુ ભાષામાં યુટ્યુબ સ્થાનિક ભાષામાં વ્યુઅરશીપ આંકડો ૧૨.૭ અબજનો રહ્યો હતો. તમિળ, પંજાબી, મલયાલમ અને ભોજપુરી ભાષામાં પણ આંકડો ખુબ ઉંચો રહેલો છે. ભારતમાં ઇન્ટનેટ યુઝર્સની સંખ્યા રેકોર્ડ ગતિથી વધી રહી છે. વર્ષ ૨૦૨૦ની વાત કરવામાં આવે તો આ સંખ્યા હવે વધીને ૬૨.૭ કરોડ સુધી પહોંચી ગઇ છે. વિડિયો નિહાળવા માટેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોની વાત કરવામાં આવે તો વિડિયો નિહાળતા લોકોમાં શહેરી વિસ્તારમાં વર્ષ ૨૦૧૭માં સંખ્યા ૨૯.૫ કરોડની આસપાસ હતી. આ સંખ્યા વર્ષ ૨૦૧૯માં વધીને ૩૩.૭ કરોડ સુધી પહોંચી હતી. આવી જ રીતે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોની વાત કરવામાં આવે તો સંખ્યા વર્ષ ૨૦૧૭માં ૧૮.૬ કરોડજેટલી હતી. જે હવે વર્ષ ૨૦૨૦માં બદલાઇ ગઇ છે. હાલમાં કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ૯૭ ટકા મોબાઇલ યુઝર્સ પોતાના મોબાઇલ ડિવાઇસ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૨૧ સુધી ૭૫ ટકા હિસ્સો વિડિયો સ્ટ્રીમિંગનો રહેનાર છે. કુલ મોબાઇલ ઇન્ટરનેટ યુઝનો આંકડો વધનાર છે. પ્રતિ માસિક એક્ટિવ યુઝરની વાત કરવામાં આવે તો ફેબસબુક પર આ સંખ્યા ૩૧ કરોડની આસપાસ રહેલી છે. જ્યારે યુ ટ્યુબ પર આ સંખ્યા ૨૬.૫ કરોડની આસપાસ રહેલી છે. નિષ્ણાંત લોકો કહે છે કે ૬૦ ટકા યુટ્યુબ વોચ ટાઇમ દેશના છ મોટા મેટ્રો શહેરમાંથી આવે છે. ૯૫ ટકા સુધી સ્થાનિક ભાષાના કન્ટેન્ટને ટાયર બે અને ટાયર ત્રણ શહેરના લોકો નિહાળે છે.

દેશમાં ઇન્ટરનેટ  યુઝર્સદેશમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા રોકેટગતિથી વધી રહી છે. રોકેટગતિથી વધતી સંખ્યાને ધ્યાનમાં લઇને કેટલાક પગલા લેવામાં આવી રહ્યા છે. ઇન્ટરેનટ યુઝર્સની વધતી સંખ્યા વચ્ચે કંપનીઓ જુદા જુદા આકર્ષિત વિડિયો ઉમેરી રહી છે. દેશમાં સોશિયલ મનિડિયા અને યુટ્યુબ પર ભારતીય લોકો ખુબ સમય ગાળવા લાગી ગયા છે. આંકડા પરથી આ બાબત સાબિત થઇ જાય છે. ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા ક્યા વર્ષે કેટલી રહી છે તે નીચે મુજબ છે.

વર્ષ    સંખ્યા (કરોડમાં)

૨૦૧૫ ૨૫.૯૯

૨૦૧૬ ૨૯.૬

૨૦૧૭ ૪૮.૧

૨૦૧૮ ૫૬.૬

૨૦૧૯ ૬૨.૭

સ્થાનિક ભાષાઓમાં યુ ટ્યુબ જોનાર વધ્યા…..

સ્થાનિક ભાષાાંમાં યુટ્યુબની વ્યુઅરશીપ વધી રહી છે. તેલુગુ, તમિળ, પંજાબી, મલયાલમ અને ભોજપુરી ભાષાની વ્યુઅરશીપ  સતત વધી રહી છે. ભોજપુરી સ્થાનિક ભાષાની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૬માં ૨૫ અબજ વ્યુ હતા. જ્યારે આ સંખ્યા વર્ષ ૨૦૧૮માં વધીને ૩૧.૪ વ્યુ થઇ ગયા છે. કેટલાક સ્થાનિક ભાષામાં યુટ્યુબ સ્ટાર્સ પણ સક્રિય દેખાઇ રહ્યા છે. તમિળ ભાષામાં ફુડ ફેક્ટરીની વાત કરવામા ંઆવે તો તેના ગ્રાહકોની સંખ્યા આજે વધીને ૩૧ લાખ સુધી પહોંચી ગયા છે. રેવેન્યુનો આંકડો પ્રતિ માસ ૧૦ લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે. આવી જ રીતે અન્ય ભાષાનુ પણ ચિત્ર રહેલુ છે.  તમિળ ચેનલ વિલેજ ફુડ ફેક્ટરીના સ્થાપિક તરીકે એ ગોપીનાથ રહેલા છે.  તેમની બોલબાલા આજે સતત જોવા મળી રહી છે.

જ્યારે ટચસ્ક્રીન કામ ન કરે

કેટલીક વખત આપના સ્માર્ટ ફોનની ટચ સ્ક્રીન એકાએક કામ કરવાનુ બંધ કરી નાંખે છે. કેટલીક વખત તમને આશ્ચર્ય થાય છે કે સ્ક્રીન તુટી નથી તેના પણ પાણી પણ પડ્યુ નથી ત્યારે આવી સ્થિતીમાં ટચસ્ક્રીન સારી રીતે કેમ કામ કરી રહી નથી. ટચસ્ક્રીન સારી રીતે કામ ન કરે તો કેટલાક પગલા લઈઇ શકાય છે. જો આવુ થાય તો ફોનને રિબુટ કરી શકાય છે. સૌથી પહેલા તો તરીકો એ  છે કે ફોનને બંધ કરીને ફરી શરૂ કરવામાં આવે એટલે કે રિબુટ કરવાની જરૂર હોય છે. તમે આને સ્વીચ ઓફ કરીને સ્ટાર્ટ પણ કરી શકો છો. જો સોફ્ટવેયર અથવા તો કોઇ અન્ય એપની મદદથી ટચસ્ક્રીનમાં પરેશાની છે તો આના કારણે રિબુટ કરવામાં આવ્યા બાદ દુર થઇ શકે છે. જો શક્ય હોય તો ફોનને એક વખતે સેફ મોડમાં રિબુટ કરી શકો છો. જો ટચ સ્ક્રીન રિબુટ કરવામાં આવ્યા બાદ પણ કામ કરી રી નથી તો તમે ફોનના સ્ક્રીન પ્રોટેક્ટરને દુર કરીને ચેક કરી શકો છો. કેટલીક વખત પ્રોટેક્ટરના સ્ક્રેચ અને રિંકલ્સના કારણે એયર ગેપ બની જાય છે. સ્ક્રીનની લેટેન્સી પણ વધારી શકાય છે. કેટલાક થર્ડ પાર્ટી એપની મદદથી તમે તમારા ફોનની ટચસ્ક્રીનની લેટેન્સી વધારી શકો છે. ટચસ્ક્રીન રિયેર નામના એન્ડ્રોઇડ  એપની મદદથી લિન્ક કરીને સહાય મેળવી શકાય છે. જો ટચ સ્ક્રીન કામ કરી રહી નથી તો તમે તમારા ફોનને હેન્ડલ કરવા ઇચ્છો છો તો તેના માટે તમે તેની સાથે એક એક્સટર્નલ કિબોર્ડ અને માઉસ પણ જોડી શકો છો. આ ઉપરાંતક કેટલીક એવી એપ પણ છે જે વોયસ એક્સેસ  અને ફેશિયલ એક્સપ્રેશનના હિસાબથી કામ કરે છે. બે એપ વોયસ એક્સસેસ અને ફેશિયલ માઉસના લિન્ક રહેલા છે. જેના પર ધ્યાન આપી શકાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here