વિડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધુત વિરૂધ્ધ સીબીઆઇની એફઆઇઆર

0
16
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૪

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ વીડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂત સામે ભ્રષ્ટાચારના આરોપ હેઠળ કેસ નોંધ્યો છે. અધિકારીઓએ કહ્યું કે વેણુગોપાલ ધૂત પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળના કન્સોર્ટિયમના કેટલાક અધિકારીઓ સાથે મોઝામ્બિકમાં તેની તેલ અને ગેસ કંપનીઓને નાણાં આપવા મામલે ગડબડ કરવાનો આરોપ છે. તેલ મંત્રાલયની ફરિયાદ બાદ સીબીઆઈએ પ્રાથમિક તપાસ માટે એફઆઈઆર નોંધી છે.

પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે વીડિયોકોન હાઇડ્રોકાર્બન હોલ્ડિંગ લિમિટેડ (વીએચએચએલ), વિડીયોકોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (વીઆઈએલ) ની કંપની, ૨૦૦૮ માં મોઝામ્બિકના ઓઇલ એન્ડ ગેસ બ્લોક (રોવુમા એરિયા ૧ બ્લોક) માં ૧૦% ’પાર્ટિસિપેટિંગ ઇન્ટરેસ્ટ’ ખરીદ્યો હતો. આ ડીલ અમેરિકાના અનાદરકો સાથે કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૨૦૧૪ માં મોઝામ્બિકની આ સંપત્તિ ઓએનજીસી વિદેશ લિમિટેડ અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ૨૫૧૯ મિલિયન યુએસ ડોલરમાં ખરીદી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here