વિટામિન યાદશક્તિ વધારે છે

0
48
Share
Share

વિટામીન યાદશક્તિને વધારવામાં ઉપયોગી છે કે કેમ તેને લઈને ઘણા અભ્યાસ કરવામાં આવી ચૂક્યા છે પરંતુ ફ્રાંન્સમાં કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ વિટામીન યાદશક્તિને વધારવામાં ચોક્કસપણે ખૂબ ઉપયોગી છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે પુખ્તવયના જે લોકો છેલ્લા ઘણા સમયથી વિટામીન અને ખનીજ તત્વો ખાવામાં ઉપયોગ કરી રહ્યા છે તે લોકોની યાદશક્તિ આવા ઘટક તત્વોનો ઉપયોગ ન કરનાર લોકો કરતાં વધારે રહી છે. સંશોધકોનું કહેવું છે કે આ અભ્યાસના કારણો સૂચવે છે કે પૂરતા પ્રમાણમાં પોષક તત્ત્વોથી વિચાર શક્તિ વધે છે. સાથે સાથે યાદશક્તિની કુશળતા પણ વધે છે. વધુ સમય સુધી કોઈ ચીજ યા રહી જાય છે. પરંતુ નવા અભ્યાસ સૂચવે છે કે આ પરિણામોની પ્રામાણિકતા ચકાસવા હજુ પણ વધુ અભ્યાસની જરૂર છે. બ્રિટનમાં યુનિવર્સિટી ઓફ એબરડીનમાં પોષક તત્વો સાથે સંકળાયેલા નિષ્ણાંત મેકનીલે કહ્યું છે કે દરેક વ્યક્તિએ ખાવામાં પૂરતા પ્રમાણમાં વિટામીન અને મિનરલ તત્વોનો ઉપયોગ કરવો જોઈએ. વિટામીન અને ખનીજ તત્ત્વોની અછત ધરાવતા લોકોમાં આ પ્રકારના પોષક તત્ત્વો જો ડાઈટમાં ઉપયોગ કરવામાં આવે તો તેમની યાદશક્તિમાં વધારો થાય છે. ફ્રાંસમાં કરવામાં આવેલા અભ્યાસમાં મોટી સંખ્યામાં લોકોને આવરી લેવામાં આવ્યા હતા. ૪૫થી ૬૦ વર્ષની વયના લોકોને આમા આવરી લેવામાં આવ્યા હતા. અભ્યાસમાં જે લોકોને સામેલ કરવામાં આવ્યા હતા તેમાં બે ગ્રુપ પાડવામાં આવ્યા હતા જેમાં અડધા લોકોને વિટામીન સી, ઈ, સિલેનીયમ, ઝીંક જેવા પોષક તત્વોનો ઉપયોગ કરનાર લોકોને રાખવામાં આવ્યા હતા. અન્ય ગ્રુપમાં ન્યુટ્રીસન મુક્ત લોકોને આવરી લેવામાં આવ્યા હતા. થોડાક વર્ષ બાદ પરિણામ ખૂબ જ આશાસ્પદ દેખાયા હતા. છ વર્ષ બાદ બંને ગ્રુપમાં ચકાસણી કરવામાં આવતા યાદશક્તિના નક્કર તારણો જાણવા મળ્યા હતા.

ખાલી પેટ ફળો ખાવાથી લાભ

તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ભોજનના પાચન પહેલા જ ફળ ખાવામાં આવે તો પણ નુકસાન થાય છે. ભોજના પાચન પહેલા ફળ ખાવાથી એસિડિટી થાય છે. ફળને ખાલી પેટ ખાવાથી જ સૌથી વધારે ફાયદો થાય છે. આવી સ્થિતામાં શરીર તમામ પૌષક તત્વોને સરળાથી વહેન કરી લે છે. નિષ્ણાંત તબીબો અને જાણકાર લોકો કહે છે કે ભોજન કરવામાં આવ્યા બાદ બે કલાક પછી ફળ ખાવાથી લાભ થાય છે. સામાન્ય રીતે લોકો ભોજન કર્યા બાદ તરત જ ફળ ખાઇ નાંખે છે. જે યોગ્ય તરીકો નથી. ફળ હમેંશા ખાલી પેટ ખાવામાં આવે તે જરૂરી છે. ફળના પાચનમાં માત્ર ૨૦ મિનિટો સમય લાગે છે જ્યારે બીજી ચીજોના પાચનમાં ૩૦થી ૪૦ મિનિટનો સમય લાગે છે. આને ભોજનની સાથે અથવા તો તરત ખવાથી પરેશાની થાય છે. એસિડિટી થઇ જાય છે. ફળ મોડેથી પાચનમાં થાય છે જેથી તેની અંદર રહેલા પૌષક તત્વો પણ ખતમ થઇ જાય છે. જેથી પેટમાં એસિડિટી થાય છે. સતત આવુ કરવામાં આવે તો પાચનતંત્રને નુકસાન થાય છે. આના કારણે પુર્ણ પૌષક તત્વો શરીરને મળતા નથી. કેળા પણ ક્યારેય સવારમાં ખાલી પેટ ખાવા જોઇએ નહીં. અન્ય ફળ ખાલી પેટ ખાવાથી લાભ થાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here