વિજય હઝારે ટ્રોફીઃ ઈંગ્લેન્ડ સામે ટી૨૦ માટે ઈશાન કિશને નોંધાવી દાવેદારી ૧૧ છગ્ગા સાથે ફટકાર્યા ૧૭૩ રન

0
25
Share
Share

ઈન્દોર,તા.૨૦

ઝારખંડના કેપ્ટન ઈશાન કિશનએ વિજય હઝારે ટ્રોફીમાં દમદાર ઈનિંગ રમી છે. ડાબા હાથના વિકેટકીપર બેટ્‌સમેન કિશને માત્ર ૯૪ બોલમાં ૧૧ છગ્ગા અને ૧૯ ચોગ્ગાની મદદથી ૧૭૩ રન બનાવ્યા છે. શનિવારે મધ્યપ્રદેશ વિરુદ્ધ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં તેણે આ ઈનિંગ રમી હતી. કિશનની આ ઈનિંગની મદદથી ઝારખંડે મધ્યપ્રદેશ સામે ૫૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવી ૪૨૨ રન ફટકારી દીધા હતા. કિશાને પાછલા વર્ષે મુંબઈ ઈન્ડિયન્સને ટાઇટલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

તેણે ૨૦૨૦ની સીઝનમાં સૌથી વધુ ૨૯ છગ્ગા ફટકાર્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સે પણ ઈશાનની ઈનિંગની પ્રશંસા કરી હતી. આઈપીએલ ૨૦૨૦માં તેણે ૧૪૫.૭૬ની એવરેજથી ૫૧૬ રન બનાવ્યા હતા. ઈશાને આ ઈનિંગની મદદથી ઈંગ્લેન્ડ સામે ટી૨૦ અને વનડે સિરીઝ માટે પસંદગીકારોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યુ છે. ઈંગ્લેન્ડ સામે સીમિત ઓવરોની સિરીઝ ૧૨ માર્ચથી શરૂ થશે. આ સાથે ટી૨૦ વિશ્વકપના દાવેદારોમાં પણ ઈશાન દાવેદાર હોઈ શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here