વિછીયાના મોટી લાખાવડ ગામે બ્રિજનું ખાતમુહૂર્ત કરતાં રાજયમંત્રી બાવળીયા

0
16
Share
Share

રૂ.૩.૧૩ કરોડના ખર્ચે બ્રિજ બનશેઃ લોકોમાં આનંદ

મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે વિછીયા તાલુકાના મોટી લાખાવડ ગામે રુ. ૩.૧૩ કરોડના ખર્ચે બનનારા બ્રિજનું ખાતમૂહર્ત ઓરી ગામે રુ. ૧૪ લાખના ખર્ચે બનેલી ગ્રામ પંચાયતના કચેરીનું લોકાર્પણ સંપન્ન

રાજકોટ તા.૨૧

રાજયમંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે વિછીયા તાલુકાના મોટી લાખાવડ ગામે બનનારા બ્રિજના કામનું ખાતમુહૂર્ત અને ઓરી ગામે રુ. ૧૪ લાખના ખર્ચે બનેલી ગ્રામ પંચાયતની કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે મંત્રી કુંવરજી બાવળિયાએ ઉપસ્થિત ગ્રામજનોને નવા વર્ષની શુભકામના પાઠવી સહર્ષ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજય સરકાર દ્વારા લોકોને રસ્તા, ગટર, વીજળી, આરોગ્ય, શિક્ષણ, પાણી સહિતની પાયાની સુવિધા મળી રહે તે માટે વિવિધ યોજનાઓ અમલી બનાવાઈ છે. આપણા મોટી લાખવડ ગામના નિનામા રોડ ઉપર સુખભાદર નદી ઉપર ૧૦૮ મીટર લંબાઈનો બ્રીજ બની જતા મુસાફરો-વાહન ચાલકોને, ગ્રામજનોને અવરજવરમાં સુવિધા પ્રાપ્ત થશે. ટ્રાફિકની સમસ્યા હળવી બનશે. ચોમાસામાં લોકોને નદીમાંથી પસાર થવું પડતુ હોય છે પરંતુ હવે પુલ બની જતા તેના ઉપરથી સલામત રીતે પસાર થઈ શકાશે. જસદણ અને વિછીયા તાલુકાને જોડતા આ પુલથી ચોટીલા અને

સાયલાથી આવતા લોકોને પણ આ સૌથી ટૂંકો રસ્તો પ્રાપ્ત થશે મત્રીએ ઉપસ્થિત ખેડુતોને ગૌરવપૂર્વક જણાવતા કહ્યું હતું કે હવે રાજય સરકાર ખેડૂતોને દિવસે પણ ખેતી માટે વીજળી આપવાનું કિસાન સૂર્યોદય યોજના થકી શરુ કર્યું છે. જેમાં વધુને વધુ ગામોનો સમાવેશ સરકાર દ્વારા કરાશે. રાજ્ય સરકારે ખેડૂતોને અતિવૃષ્ટિમાં પાકને થયેલ નુકશાન બદલ રાહત પેકેજ-બોનસ પણ આપ્યું છે. પશુપાલકોના પશુઓના નિદાન- સારવાર માટે રાજ્ય સરકારે વિનામૂલ્ય હરતાફરતા મોબાઈલ પશુ દવાખાના શરુ કર્યા છે. ૧૯૬૨ ડાયલ કરી આ સેવાનો લાભ લઈ શકાશે. આમ છેવાડાના માનવી માટે પણ રાજ્ય સરકાર સતત વિકાસ કાર્યો કરી રહી છે. ઓરી ગામના ગ્રામ પંચાયતની નવી કચેરીની જાળવણી કરવાની જવાબદારી ગ્રામજનોને લેવા વિનંતી કરી હતી.  બાવળિયાએ ગ્રામજનોના સૂચનો સમસ્યાઓ જાણી તેના નિરાકરણની ખાત્રી આપી હતી.

આ કાર્યક્રમમાં સરપંચ વસ્તાભાઈ દુમદિયા, જગુભાઈ ખાચર, આગેવાનો આંબાભાઈ ઓડકીયા, નયનભાઈ વાલાણી, ચતુરભાઈ રાજપરા, મદદનીશ જિલ્લા વિકાસ અધિકારી વી.બી.માંડલીયા, આર.બી.ગાંગી, કાર્યપાલક ઇજનેર બી.બી.પરમાર, નાયબ કાર્યપાલક ઇજનેર એસ.વી.ડાંગર સહિતના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here