વિકી મહાન-અમર યોદ્ધા અશ્વત્થામાનું પાત્ર ભજવશે

0
19
Share
Share

ફિલ્મનું શૂટિંગ એપ્રિલ ૨૦૨૧માં શરુ થશે
ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઈકના હીરો વિકી કૌશલ પાસે કરણ જોહર સહિત મોટા બેનરોની ફિલ્મો લાઈન-અપમાં છે
મુંબઈ,તા.૧૦
નેશનલ એવોર્ડ વિજેતા રહી ચૂકેલા વિકી કૌશલ પાસે આ સમયે ઘણી જ રસપ્રદ અને જાણીતા બેનર્સની ફિલ્મો છે. એવામાં એક ફિલ્મ ધ ઈમ્મોર્ટલ અશ્વત્થામા છે. ફિલ્મમાં વિકી કૌશલ મહારાભારતના મહાન અને અમર યોદ્ધા અશ્વત્થામાનું પાત્ર ભજવશે. ઈ ફિલ્મનું શૂટિંગ એપ્રિલ ૨૦૨૧માં શરુ થશે. ફિલ્મ ૩ ભાગમાં રિલીઝ થશે જેમાં અશ્વત્થામાને મોર્ડન દિવસોના એક સુપરહીરો તરીકે દર્શાવવામાં આવશે. જણાવી દઈએ કે અશ્વત્થામા ગુરુ દ્રોણાચાર્યનો દીકરો હતો. તેમને અમરતાનું વરદાન મળ્યું હતું. મહાભારતમાં અશ્વત્થામા કૌરવો તરફથી લડી રહ્યા હતા. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં અશ્વત્થામાનું પાત્ર ભજવવા માટે વિકી કૌશલે પોતાનું વજન ૧૦૦ કિલો કરતા પણ વધારે કરવું પડશે. તેના માટે વિકી વર્કઆઉટ તો કરી રહ્યો છે સાથે તેને હોર્સ રાઈડિંગ સિવાય જુજુત્સુ અને ક્રવ માગા જેવા માર્શલ આર્ટ્‌સની પણ ટ્રેનિંગ લેવી પડશે. ફિલ્મનું શૂટિંગ યુરોપમાં શરુ થશે જ્યારે મુંબઈમાં પુરું થશે. આ શુટિંગ ગ્રીનલેન્ડ, આઈસલેન્ડ, ઈંગ્લેન્ડ સિવાય ટોકિયો, ન્યુઝીલેન્ડ અને નામીબિયામાં પણ થશે. ફિલ્મનું શૂટિંગ હતુ શરુ થઈ જવું જોઈતું હતું પરંતુ કોરોના વાયરસના કારણે તેના શિડ્યુલને આગળ લંબાવવામાં આવ્યું છે. ફિલ્મનું ડિરેક્શન આદિત્ય ઘર કરી રહ્યા છે જેમણે વિકી સાથે સુરહિટ ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક બનાવી હતી. આ ફિલ્મ સિવાય વિકી પાસે આ સમયે શહીદ ઉધમ સિંહ, ફિલ્ડ માર્શલ સૈમ માણેકશૉની બાયોપિક અને કરણ જોહરની તખ્ત જેવી ફિલ્મો છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં વિકી કૌશલે પોતાની એક અલગ જગ્યા બનાવી લીધી છે. મસાન પછી સંજુ ફિલ્મ અને ઉરીમાં તેણે પોતાની એક્ટિંગથી દર્શકોના દીલ જીતી લીધી છે. દર્શકો વિકીની આગામી ફિલ્મ માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here