વિંછીયા : સરતાનપુર ગામે પ્રેમ પ્રકરણમાં રત્નકલાકાર યુવાનની હત્યા નિપજાવતા ૯ શખ્સો

0
14
Share
Share

રાજકોટ, તા.૨૪

વિંછીયા તાલુકાના સરતાનપર ગામે રહેતા અને હિરા ઘસવાનુ કામ કરતા આશિષ જેન્તીભાઈ રોજાસરા નામના ૨૧ વર્ષના યુવાનને ગામમાં રહેતી મીના મનુ મકવાણા સાથે છેલ્લા છ એક માસથી પ્રેમસંબંધ હોય જે બાબતે ખાર રાખી યુવતીના પિતા મનુ વિઠ્ઠલ મકવાણા, જયંતી વિઠ્ઠલ મકવાણા, વિનુ વિઠ્ઠલ મકવાણા, પ્રકાશ જયંતી મકવાણા, બુધા જયંતી મકવાણા અને અન્ય ચાર અજાણ્યા સહિત નવ શખ્સોએ ગઈકાલે આશિષ રોજાસરાની વાડીએ જઈ લોખંડના પાઈપ, લાકડી જેવા બોથડ પદાર્થ વડે બેફામ માર મારતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનનુ મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. મૃતકના પિતા જેન્તીભાઈ રોજાસરાની ફરિયાદ પરથી જસદણ પોલીસ મથકના પીઆઈ કે.આર.રાવલે નવ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક આશિષ રોજાસરા હિરા ઘસવાનુ કામ કરતો હોય અને બે ભાઈ એક બહેનમાં વચેટ હતો. તેને ગામમાં રહેતી આરોપી મનુ મકવાણાની પુત્રી મીના સાથે છેલ્લા ૬ માસથી પ્રેમ સંબંધ હોય જે બાબતે યુવતીના પરિવારજનો માથાકુટ કરતા હોય જે બાબતે મીનાએ બે દિવસ પહેલા પોતાના જ પરિવાર વિરૂઘ્ધ પોલીસ મથકમાં અરજી કરી હતી. જે આશિષ રોજાસરાના કહેવાથી કરી હોવાની શંકાએ સાથે આરોપી જયંતી મકવાણા સહિત ત્રણ શખ્સો બાઈક પર આશિષ અને તેના પરિવારજને સમજાવા આવ્યા બાદ બોલાચાલી થતા પાછળથી અન્ય ત્રણ બાઈકમાં છ શખ્સો ઘસી આવી યુવાન પર હુમલો કર્યો હતો. યુવાનને છોડાવવા જતા મુકતાબેન અને શિવુબેન પણ ઘવાયા હતા પરંતુ નવ શખ્સોએ યુવાનને ઘેરી પાઈપ અને લાકડીના આડેધડ ઘા મારતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત નિપજ્યુ હતુ. ઘટનાની જાણ થતા જસદણ પોલીસ મથકના પીઆઈ કે.આર.રાવત સહિતનો કાફલો દોડી જઈ મૃતકના પિતાની ફરિયાદ પરથી યુવતીના પિતા મનુ મકવાણા સહિત નવ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here