વાસ્તવિક યુદ્ધની જેમ તૈયારી અને પ્રેક્ટિસ કરોઃ જિનપિંગની લશ્કરને હાકલ

0
23
Share
Share

બેઇજિંગ,તા.૨૬

ભારતની સાથે પૂર્વ લદ્દાખ સરહદથી લઇ દક્ષિણ ચીન સાગરમાં કેટલાંય દેશો સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગએ પોતાની સેના સાથે યુદ્ધ માટે તૈયાર રહેવાનું કહ્યું છે. જિનપિંગે બુધવારના રોજ સશસ્ત્ર બળોને વાસ્તવિક યુદ્ધની પરિસ્થિતિઓમાં ટ્રેનિંગને મજબૂત કરવા અને યુદ્ધ જીતવાની પોતાની ક્ષમતાને વધારવાનો આદેશ આપ્યો છે. સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટી એ પીપુલ્સ લિબરેશન આર્મીને ૨૦૨૭ સુધી અમેરિકન સેનાની બરાબર ક્ષમતા બનાવાની યોજના બનાવી છે.

શી એ કહ્યું કે સેના એ યુદ્ધ જીતવાના સ્તરવાળી ટ્રેનિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. તાજેતરમાં જ તેમણે એ વાત પર જોર આપ્યું હતું કે જો ઁન્છ પોતાને બીજી અગ્રણી શક્તિઓની બરાબરમાં પહોંચાડવા માટે એક આધુનિક યુદ્ધક શક્તિમાં બદલવા માંગે છે તો તેને કૃત્રિમ બુદ્ધિમતા જેવી અત્યાધુનિક ટેકનોલોજીને અપનાવી જોઇએ.

સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાનું નેતૃત્વ કરનાર અને લાંબા સમયથી રાષ્ટ્રપતિ પદ સંભાળી રહેલા ૬૭ વર્ષના શી જિનપિંગ સેન્ટ્રલ મિલિટ્રી કમિશનના અધ્યક્ષ પણ છે, જે દેશના ૨૦ લાખ સૈનિકોની ક્ષમતાવાળી સેનાની સર્વોચ્ચ કમાન છે. સમાચાર એજન્સી શિન્હુઆના રિપોર્ટના મતે ઝ્રસ્ઝ્રની બેઠકમાં શી એ નવા દોર માટે સેનાને મજબૂત કરવાની સાથો સાથ સૈન્ય રણનીતિ પર પાર્ટીની વિચારધારાને લાગૂ કરવા પર જોર આપ્યું.

શી નું નિવેદન એવા સમયમાં આવ્યું છે જ્યારે છ મહિનાથી વધુ સમયથી પૂર્વ લદ્દાખમાં ભારત-ચીનની વચ્ચે સરહદ પર ગતિરોધની સ્થિતિ છે. બે વખત સેનાઓ સામ-સામે આવી ચૂકી છે અને કૂટનીતિક અને સૈન્ય સ્તર પર વાતચીતથી તેને ઉકેલવાની કોશિષ ચાલુ છે. એટલું જ નહીં ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર ખાસ કરીને દક્ષિણ ચીન સાગરને લઇ અમેરિકા, વિયેતનામ, ફિલિપાઇન્સ અને બીજા કેટલાંય દેશોની સાથે પણ ચીનનો સૈન્ય ડખો ચાલુ જ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here