વાસાવડમાં પોલિયોના ટીપા પીવડાવવા આવનાર આશાવર્કરોને બે મહિલાએ માર માર્યો

0
27
Share
Share

ગોંડલ,તા.૧

પોલીયો રવિવાર નિમિત્તે ગોંડલ તાલુકાના વાસાવડ ગામે નાના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવા નીકળેલા આશાવર્કર મહિલાને ૨ મહિલાએ ઢોર માર માર્યો હતો. આ સાથે જ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખત્રીવાડની ૨ મહિલાએ રસ્તા વચ્ચે જ આશાવર્ક બહેનને માર માર્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ વાસાવડ ગામે રહેતા અને આશાવર્કર તરીકે ફરજ બજાવતા મનિષાબેન પ્રદીપભાઈ મકવાણા રવિવારના સાંજે પાંચ વાગ્યે પીએચસી સેન્ટરના સુપરવાઇઝર સંદીપભાઈ સોરઠીયા સાથે ગામના બાકી રહેતા બાળકોને પોલિયોની રસી પીવડાવવા માટે નીકળ્યા હતાં.

ત્યારે ખત્રીવાડમાં રહેતા સલમાબેન સલીમભાઈ ભટ્ટીના ઘરે જતાં ૨ મહિલાઓએ આશાવર્કર બહેનને ઢોર માર માર્યો હતો. આશાવર્કર સલમાબેનના ઘરે જતાં સલમાબેન તથા ઝરીનાબેન ભટ્ટીએ તું અમારા ઘરે શા માટે આવે છે તેમ કહી ગાળો ભાંડી ઢીકા પાટુંનો માર મારતા આશાવર્કર મહિલાને ઇજા પહોંચી હતી.

જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬, ૨ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે સામા પક્ષે ઝરીનાબેન બચુભાઈ ભટ્ટીએ મનીષાબેન મકવાણા વિરુદ્ધ ઘરે આવી મારવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here