વાસણામાં ભાજપ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા

0
19
Share
Share

અમદાવાદ,તા.૧૬

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પહેલા ભાજપ પક્ષના કાર્યકર્તાઓ અને મંત્રીઓ દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં બુધવારે વાસણા વિસ્તારમાં ધારાસભ્ય અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, કચરાની સફાઈ કરનાર આ મંત્રીઓ અને કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલી ગયા હતા. આ કાર્યક્રમમમાં મેયર આવવાના હતાં પરંતુ તેઓ આવ્યા ન હતા.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પહેલા ભાજપ તરફથી અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. પહેલા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરાયો હતો અને હવે સફાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેરમાં ચારેક જગ્યાએ આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એક કાર્યક્રમ ગુપ્તાનગરમાં પણ યોજાયો હતો. મેયરની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાવાનો હતો. આ કાર્યક્રમમાં એલીસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય રાકેશ શાહ તથા વાસણા વિસ્તારના કોર્પોરેટરો અને પૂર્વ મેયર અમિત શાહ પણ હાજર રહ્યા હતા.

જોકે, ઉત્સાહમાં આવેલા આ તમામ લોકો નિયમોને નેવે મૂકીને પોતાનો કાર્યક્રમ પૂરો કરવામાં લાગી ગયા હતા. મંત્રીઓ અને કાર્યકર્તાઓ માત્રને માત્ર એક બીજાને સોશિયલ ડિસ્ટન્સિંગ પાળવાનું કહેતા રહ્યા, પરંતુ હકીકતમાં તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સિંગના પાળી શક્યા નહોતા. આ કાર્યક્રમમાં ૩૦થી વધુ લોકો જોડાયા જતા અને તમામ લોકો એકબીજાની નજીક રહીને સફાઈ કરી રહ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here