વાવડીમાં ૪૦ વર્ષ જુનો જજર્રિત પાણીનો ટાંકો પાડી નાખતી મનપા

0
19
Share
Share

રાજકોટ, તા. ૨૬

રાજકોટ શહેરમાં વોર્ડ નંબર. ૧૨ ના વાવડી વિસ્તારમાં આશરે ૪૦ વર્ષ જુનો પાણીનો ટાંકો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે  પાડવામાં આવ્યો હતો. આ ઈએસઆરનો ટાંકો અતિશય ભયગ્રસ્ત હાલતમાં હોવાથી મનપા દ્વારા જેસીબીની મદદથી પાડવામાં આવ્યો હતો. આ ટાંકો જે તે સમયે તાલુકા પંચાયત દ્વારા બનાવવામાં આવ્યો હતો.

હાલ આ ટાંકો પાણી પુરવઠા બોર્ડ હસ્તક આવે છે. આ ટાંકો ૨૦૦૦૦ થી ૨૫૦૦૦ લીટર પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. આસપાસના રહેવાસીઓ દ્વારા રાજકોટ મનપાને જાણ કર્યા બાદ મનપાની ટીમ સાઈટ વિઝીટ માટે ગયેલ ત્યારબાદ ખરેખર ટાંકાની હાલત ભયગ્રસ્ત હોવાનું જણાયું હતું. ભવિષ્યમાં કોઇ અકસ્માત ન થાય તે બાબતની અગમચેતી રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે જ આ ટાંકાને દુર કરાયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here