વાવડીઃ ડેલામાંથી જુદી-જુદી ટાંકીમાંથી ૨૧ લાખનું જવલનશીલ પ્રવાહી સાથે શખ્સ ઝડપાયો

0
21
Share
Share

રાજકોટ, તા.૧૬

વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં સર્વે નં.૩૬ પ્લોટ નં.૪૫માં આવેલા યુસુફ મહંમદભાઈ ભૈયાના ડેલામાં જ્વલંતસીલ પ્રવાહી હોવાની બાતમીને આધારે રાજકોટ તાલુકા પોલીસ મથકના પીઆઇ ધોળાની રાહબરીમાં, પીએસઆઇ વી.પી.આહિર, એએસઆઈ જલદીપસિંહ વાઘેલા અને કલ્પેશભાઈ કુવાડિયા સહિતના સ્ટાફે યુસુફના ડેલામાંથી દરોડા પાડી ત્યાંથી અલગ અલગ ટાંકામાંથી મળી આવેલા જ્વલનશીલ પ્રવાહીના વેચાણ માટેની મંજૂરી કે લાઇસન્સ સહિતના દસ્તાવેજો યુનુસ ભૈયા પાસે પોલીસે માગ્યા હતા

પરંતુ તેની પાસે જ્વલનશીલ પ્રવાહીના વેચાણ માટેની મંજૂરી કે લાઇસન્સ ન હોવાનું જણાવ્યું હતું.તેમજ આ ડેલામાં સુરક્ષાને લાગતા કોઈપણ સાધનો રાખ્યા નહોતા ત્યાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય માટે પોલીસે રૂ.૨૧લાખનું પ્રવાહી કબજે કર્યું છે.

ડેલામાંથી મળી આવેલા યુનુસ ભૈયા નામના શખ્સની પ્રાથમિક પૂછપરછમાં તે આ પ્રવાહીનું ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વેચાણ કરતો હોવાની કબૂલાત આપી છે. પોલીસે પકડાયેલા જ્વલનશીલ પ્રવાહી અંગે પુરવઠા વિભાગને તેમજ એફ.એસ.એલ.ની ટીમને જાણ કરતા હાલ વધુ તપાસ અને પ્રવાહીના નમૂના એફએસએલમાં મોકલાયા છે.

ઉલ્લેખનીય છે કે,અગાઉ આવું રૂ.૧ કરોડ થી પણ વધુ કિંમતનું જ્વલંતશીલ પ્રવાહી એસઓજી એ ઝડપી પાડવામાં આવ્યું હતું ત્યાં ગઈકાલે રાજકોટ તાલુકા પોલીસે પણ વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં દરોડા પાડી લાખોની કિંમતનું જ્વલંતશીલ પ્રવાહી પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here