વાલી મંડળે ધો ૧થી૯ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા સરકારને કરી રજુઆત

0
10
Share
Share

ગાંધીનગર,તા.૧૭

હાલમાં કોરોના વાયરસની મહામારીની પરિસ્થિતિમાં શૈક્ષણિક કાર્ય ઓનલાઈન ચાલુ છે અને સરકારે નવું શૈક્ષણિક સત્ર ૧ એપ્રિલ ૨૦૨૧થી ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે ઓલ ગુજરાત વાલી મંડળે સરકારને રજુઆત કરી છે કે ડિસેમ્બર સુધી સ્કૂલો ખુલે તેવી કોઈ શક્યતાઓ નથી અને પરીક્ષાનું રિઝલ્ટ તૈયાર કરવું પણ અશક્ય છે. જેથી ધો.૧થી૯ના વિદ્યાર્થીઓને ગ્રેસ કરીને માસ પ્રમોશન આપી ઉપરના વર્ગમાં લઈ જવામાં આવે.

ઓલ ગુજરાત વાલી મંડળે રાજ્યના શિક્ષણમંત્રીને રજુઆત કરી છે કે કોરોના વાયરસની અનિશ્ચિતતાઓ વચ્ચે સ્કૂલોનું એક સત્ર પુરુ થઈ ગયું છે તેમજ હજીએ સ્કૂલો ખોલવા અંગે અનિશ્ચિતતાઓ છે. ત્યારે ધોરણ ૧થી ૯ની પરિક્ષાઓ મોકૂફ રાખીને તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને ઉપરના વર્ગમાં પ્રવેશ આપવો જોઈએ. વાલી મંડળે સરકારને રજુઆત કરતાં કહ્યું છે કે હવે ૨૦૨૦-૨૧ના સત્રના ૯૦ દિવસ બાકી રહ્યાં છે.

ત્યારે સ્કૂલોએ પોતાની રીતે મૂલ્યાંકન કરીને માસિક અથવા ત્રિમાસિક પરીક્ષા યોજી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માટે સરકારને રજુઆત કરવી જોઈએ. આ પગલાંને લીધે કરોડો વિદ્યાર્થીઓનાં સ્વાસ્થ્યની સુરક્ષા થશે. તે ઉપરાંત નવું સત્ર ૨૧ એપ્રિલથી શરુ થવાનું છે તેમાં તમામ ગ્રાન્ટેડ નોન-ગ્રાન્ટેડ, સ્વનિર્ભર સહિતની સ્કૂલો અને શિક્ષણ વિભાગને પણ સવલત રહેશે. વાલી મંડળનું કહેવું છે કે આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ, વાલીઓનું હિત જળવાય અને આગામી સત્ર રાબેતા મુજબ શરુ થાય તે માટે આ રજુઆત કરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here