વાલીઓને ઝટકો, હાઈકોર્ટે સ્કૂલ ફી ન લેવાના સરકારના પરિપત્રને રદ્દ કર્યો

0
30
Share
Share

પરિપત્રના બાકીના મુદ્દાઓ યથાવત, વિગતવાર હુકમ થોડા દિવસોમાં કોર્ટ જારી કરશે

અમદાવાદ,તા.૩૧

ગુજરાત સરકારે થોડા દિવસ પહેલા જ રાજ્યની ખાનગી સ્કૂલોને ફી માફ કરવા આદેશ આપ્યો હતો. સ્કૂલો રાબેતા મુજબ શરૂ ન થાય ત્યાં સુધી ફી વસૂલવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ અંગે સ્કૂલ સંચાલકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજી સંદર્ભે આજે ગુજરાત હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. તેમજ ફી મુદ્દે રાજ્ય સરકારનો પરિપત્ર હાઇકોર્ટે રદ્દ કરી દીધો છે. પરિપત્રના બાકીના મુદ્દાઓ કોર્ટ યથાવત રાખશે. વિગતવાર હુકમ થોડા દિવસોમાં કોર્ટ જારી કરશે.

હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની બેન્ચે આ ચુકાદો આપ્યો છે. સ્વ નિર્ભર શાળા સંચાલકો તરફથી કોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી કે, રાજ્ય સરકાર વાસ્તવિક શાળા શરૂ ના થાય ત્યાં સુધી ફી વસુલવી નહીં એવો ઠરાવ બહાર પાડી શકે નહીં. આ ઠરાવ કાયદાથી વિપરીત છે. કોર્ટે કહ્યું, વાલીઓની સમસ્યા, શાળાઓના ખર્ચ વચ્ચે સંતુલન જરૂરી છે. રાજ્ય સરકારે કહ્યું, અમે શાળા સંચાલકો સાથે સંવાદ કર્યો, પણ શાળા સંચાલકો કોઈ જાતના નેગોસિયેશન માટે તૈયાર નહોતા. કોર્ટે કહ્યું, શાળા સંચાલકો પણ અમારી સામે છે જ એમનો કેસ લઈને. અમે જરૂરી નિર્દેશ આપીશું. વાટાઘાટો રિઝનેબલ હોવી જોઈએ.

શાળા સંચાલકોએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી કે અમે રાજ્ય સરકાર સમક્ષ ફરી વાટાઘાટો માટે તૈયાર છીએ. ખુલ્લા મન અને ખુલ્લા હ્યદય થી વાટાઘાટો કરીશું. એડવોકેટ જનરલે કહ્યું, કોર્ટે આ સ્ટેટમેન્ટ પોતાના હુકમમાં ટાંકવું જોઈએ, કરણ કે અગાઉની વાટાઘાટોમાં ખુલ્લા મન દેખાયા નહોતા. ફી મુદ્દે રાજ્ય સરકારનો પરિપત્ર હાઇકોર્ટે રદ્દ કર્યો છે. પરિપત્રના બાકી મુદ્દાઓ કોર્ટ યથાવત રાખશે. વિગતવાર હુકમ થોડા દિવસોમાં કોર્ટ જારી કરશે. કોર્ટે શાળા સંચાલકોને કહ્યું, ભણાવાનું ચાલુ રાખો, અમે સંતુલન બનાવવા મુદ્દે હુકમમાં નોંધ કરીશું.

પક્ષકારના વકીલ રાહીલ જૈને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર વાસ્તવિક શાળા શરૂ ના થાય ત્યાં સુધી ફી વસુલવી નહીં એવો ઠરાવ બહાર પાડી શકે નહીં. આ ઠરાવ કાયદાથી વિપરીત હોવાની શાળા સંચાલકોની રજૂઆત હતી. હાઈકોર્ટ શાળા સંચાલકોને કહ્યું કે ભણાવાનું ચાલુ રાખો, અમે સંતુલન બનાવવા મુદ્દે હુકમમાં નોંધ કરીશું. વાલીઓની સમસ્યા, શાળાઓના ખર્ચ વચ્ચે સંતુલન જરૂરી છે. હાઈકોર્ટે સંચાલકો સાથે સંવાદ કર્યો પણ શાળા સંચાલકો કોઈ જાતના નેગોસિએશન માટે તૈયાર નહોતા.

હાઇકોર્ટના ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકારાશે નહિઃ ચુડાસ્મા

રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું છે કે, આજ રોજ નામદાર હાઈકોર્ટે રાજ્ય સરકા,વાલી મંડળ અને સંચાલક મંડળને સાંભળીને વચગાળાનો આદેશ કરતા જણાવ્યું છે કેશાળઆઓ ઓનલાઈન શિક્ષણકાર્ય ચાલુ રાખે, રાજ્ય સરકારની ઓનલાઈન ભણાવવાની કામગીરીને નામદાર હાઈકોર્ટે બિરદાવી છે અને વિસ્તૃત ચૂકાદો બાકી રાખ્યો છે. હાઈકાર્ટે એમ પણ જણાવ્યું છે કે શાળામાં ઓનલાઈન શિક્ષણકાર્ય ચાલુ રહેવું જોઈએ. નામદાર હાઈકોર્ટના વિસ્તૃત ચૂકાદો આવ્યા બાદ તેનો અભ્યાસ કરીને નામદાર હાઈકોર્ટના આદેશનું સરકાર સંપૂર્ણ પાલન કરશે. હાઇકોર્ટના ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં નહિ પડકારાય.

હાઇકોર્ટેના ચુકાદા બાદ કોંગ્રેસે સરકારને સુપ્રિમમાં જવાનો પડકાર ફેંક્યો

શાળાઓ અને સરકાર વચ્ચે ફીના વિવાદમાં હાઇકોર્ટે ચૂકાદો આપ્યા બાદ કોંગ્રેસે ફરી ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. જેમાં કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટમાં જવાનો પડકાર ફેંક્યો છે. મનિષ દોશીએ જણાવ્યું કે જો સરકાર વાલીઓનું હિત ઇચ્છતી હોય અને જો સરકાર શાળા સંચાલકોના દબાણમાં ન હોય તો તે સુપ્રીમ કોર્ટમાં જાય. સામાન્ય બાબતોમાં સુપ્રીમ કોર્ટ દોડી જતી સરકાર આ મામલે પણ સુપ્રીમમાં જાય તેમ મનિષ દોશીએ જણાવ્યું.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here