વાપી: ચીનમાંથી મંગાવેલી જરૂરી મશીનરીનો ઓર્ડર કર્યા રદ

0
16
Share
Share

વાપી,તા.૨૫

ચીનની નફ્ફટાઇનો જવાબ આપવા માટે વાપી જીઆઇડીસીની પેપર મિલોએ એક મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી ચીનને કરોડોનો ફટકો પડશે. જેમાં વાપી જીઆઈડીસીની અમૂક પેપર મિલોએ ચીનમાંથી મંગાવેલી જરૂરી મશીનરીનો ઓર્ડર રદ કર્યો છે. વાપી જીઆઈડીસીની પેપર મિલોએ ચીનને ઘૂંટણિયે પાડવા પહેલા દેશ પછી વેપારની નીતિ અપનાવી છે. ગુજરાતમાં કુલ ૧૨૦ જેટલી પેપર મિલો છે. જેમાંથી એકલા વાપીમાં જ ૪૦ પેપર મિલ છે. આ પેપર મિલમાં કોઈ જ રો-મટીરિયલ ચીનથી મંગાવવામાં આવતું નથી. પરંતુ સામે વાપીમાંથી દર મહિને ૪ હજાર ટન પેકેજીંગ મટીરિયલ, ક્રાફટ પેપર વગેરે તૈયાર માલ ચીનમાં મોકલવામાં આવે છે. જેની વેલ્યુ વર્ષે ૧૨૦ કરોડની છે.ચીનથી પેપર મિલમાં જરૂરી મશીનરી આવે છે. પરંતુ કોરોના મહામારી અને હાલમાં સરહદી વિવાદને લઈને પેપર મિલના માલિકોએ આ તમામ ડીલ કેન્સલ કરી નાખી છે. પેપર મિલ પ્રોડક્ટમાં ડિમાન્ડની સામે સપ્લાય વધુ છે, એટલે એક્સપોર્ટ કરવું અનિવાર્ય છે. આ એક્સપોર્ટ ચીન ઉપરાંત બીજા દેશોમાં પણ કરવામાં આવે છે. સરકારે જે આર્થિક પેકેજની જાહેરાત કરી છે, તેવી ખાસ પોલિસી બનાવવી જોઈએ. વેપાર વધારવા માટે સરકારે સૌથી પહેલા વીજળી દરને નીચા લાવવા જોઈએ અને ત્યારબાદ અન્ય દેશની તુલનાએ જે રેટ ઓફ ઇન્ટ્રેસ્ટ છે તેને ઘટાડવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, અન્ય દેશોમાં રેટ ઓફ ઇન્ટ્રેસ્ટ માત્ર ૩ ટકા આસપાસ છે, જ્યારે ભારતમાં ૧૧ ટકા છે. અહીં ઉલ્લેખનીય છે કે, દેશની પેપર મિલોમાં ચીનનો માલ આયાત થતો નથી, પરંતુ દેશની અન્ય કંપનીઓ જેવી કે ફાર્મા કંપનીઓમાં છઁૈં અને કેમિકલ કંપનીમાં ઇન્ટરમીડિયેટ ગુડ્‌સ આયાત કરાય છે. આ ઉપરાંત કેટલાક અન્ય રો-મટીરિયલ પણ ચીનથી આવે છે. ત્યારે આ ઉદ્યોગકારો પણ જો પેપર મિલ એસોસિયેશનની જેમ દેશ પ્રથમ અને પછી વેપારની નીતિ અપનાવી ચીન સાથેના વેપારી સંબંધો પર પૂર્ણવિરામ મૂકે તો ચોકકસ ચીનને મોટી અસર પહોંચી શકે તેમ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here