વાપીમાં ત્રણ સંતાનની માતા અન્ય અફેરની શંકાથી સંબંધી પ્રેમીએ જ કરી હત્યા

0
28
Share
Share

વાપી,તા.૨૦

વાપીના રાતા ગામની ઝાડીમાંથી ૧૩ દિવસ અગાઉ મહિલાની કરાયેલી લાશમાં પોલીસે તેની ઓળખ કરી ગળું દબાવીને હત્યા કરનારા આરોપીની ધરપકડ કરી છે. આરોપી મૃતક મહિલાનો નજીકનો સંબંધી હતો. ત્રણ સંતાનની માતા અને આરોપી વચ્ચે પ્રેમસંબંધ હોય મહિલા અન્ય વ્યક્તિ સાથે ફોન પર વાત કરતી હોવાની શંકાને લઇ એકાંતમાં બોલાવી તેનું ગળુ દબાવી હત્યા કર્યા હોવાની આરોપીએ કબૂલાત કરી છે. બંને છીરીના વડિયાવાડ સ્થિત એક ચાલીના અલગ અલગ રૂમમાં ભાડેથી રહેતા હતા. વાપીના રાતા ગામ ભારતનગરની સીમમાં ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં પાણીની ટાંકીથી ૧૦૦ મીટર દૂર ખુલ્લી ઝાડીમાંથી એક મહિલાની લાશ ૬ ફેબ્રુઆરીએ મળી આવતા ડુંગરા પોલીસે લાશને કબજે લઇ તેના વાલીવારસની શોધખોળ હાથ ધરી હતી. જોકે પેનલ પીએમ રિપોર્ટમાં તેનું ગળું દબાવી હત્યા કર્યા હોવાનું બહાર આવતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી.

આ કેસમાં એસપી ડો.રાજદીપસિંહ ઝાલાની સુચના અને ડીવાયએસપી વી.એમ.જાડેજાના માર્ગદર્શન મુજબ એલસીબી, એસઓજી અને ડુંગરા પોલીસના અધિકારીઓએ અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યા તથા આજુબાજુના સીસીટીવી ફૂટેજની બારીકાયથી તપાસ કરી તે વિસ્તારના તમામ ચાલી માલિકો અને તેમાં રહેતા માણસોની પૂછપરછ હાથ ધરી હતી. વાપીના ડુંગરા પોલીસ મથકના પીએસઆઇ જે.વી.ચાવડા, એલસીબી પીએસઆઇ સી.એચ.પનારા, કે.એમ.બેરીયા તથા પીએસઆઇ જે.એન.ગોસ્વામીને અંગત અને વિશ્વાસુ બાતમીદારો મારફતે જાણવા મળેલ કે, મૃતક મહિલાનું ખૂન તેની સાથે લગ્નેતર પ્રેમ સંબંધ ધરાવતા વિનોદ મંડલએ કરેલ છે.

જેથી હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ સર્વેલન્સના આધારે આરોપી વિનોદ નાગેશ્વર મંડલ (કુર્મી) ઉ.વ.૩૦ રહે.છીરી વડિયાવાડ વિનોદભાઇની ચાલીમાં મુળ ગામ એક્ચારી પોસ્ટ રસલપૂર થાના ખરહલા જી.ભાગલપુર બિહારને પકડી પાડી પૂછપરછ કરતા તેણે જણાવેલ કે, મૃતક નીતુદેવી સાથે તે પ્રેમસંબંધમાં હતો. અને આ મહિલા કોઇ અન્ય ઇસમ સાથે મોબાઇલમાં વાત કરતી હોવાની શંકા જતા આરોપીએ તેને રાતા ભારતનગર ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાત્રે મળવા માટે બોલાવી ઝગડો કરી તેનું ગળુ દબાવી હત્યા કરીને લાશની ઓળખ ન થાય તેમ વિચારી તેના ફોન અને પર્સ સાથે લઇ ફરાર થઇ ગયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here