વાંકાનેર : મેસરીયા ગામેથી બંદૂક સાથે ખેડૂત શખ્સ ઝડપાયો

0
21
Share
Share

મોરબી, તા.૨૩

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરા તથા નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઈ તરફથી આગામી દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શાંતિમય વાતાવરણ જળવાઈ રહે જે અનુસંધાને મોરબી જિલ્લામાં ગે.કા.હથિયારો રાખી અસમાજીક પ્રવૃતિ કરતા ઈસમો શોધી કાઢી ધોરણસર કાર્યવાહી કરવા સુચના મળતા વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના પો.સબ ઈન્સ. આર.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય દરમિયાન પો.હેડ કોન્સ. જુવાનસિંહ ભરતસિંહ ઝાલાની હક્કિત આધારે વાંકાનેર તાલુકાના મેશરીયા ગામના તળાવ પાસેથી આરોપી ગોબરભાઈ જીવાભાઈ ઓતરાદી પોતાના કબજામાં ગે.કા.દેશી બનાવટની મઝલ લોડ સીંગલ બેરલ જામગરી બંદૂક નંગ-૧, સાથે પકડી પાડી આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ કામગીરીમાં આર.પી.જાડેજા પોે.સબ ઈન્સ.વાંકાનેર તાલુકા તથા પો.હેડ કોન્સ. મયુરઘ્વજસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા વિગેરે રોકાયેલ હતા.

બોટાદ : સાસરિયાનાં ત્રાસથી પુનઃલગ્ન કરનાર મહિલાનો આપઘાત

બોટાદના ભાવનગર રોડ પર પાટીદાર રેસીડેન્સીમાં રહેતી પરિણીતાને મરવા મજબુર કરનાર પતિ અને સાસુ સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

વધુ વિગત મુજબ બોટાદની પાટીદાર રેસીડેન્સીમાં રહેતી પારૂલબેન દિલીપ ધોળુ નામની પરીણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.

આ બનાવમાં પોલીસે મૃતક પારૂલબેનનાં લાઠીદડ ગામે રહેતા વનમાળીભાઈ હીરાભાઈ જાખણીયાએ જમાઈ દિલીપ ઉર્ફે દિપક ગોરધન ધોળુ અને વેવાણ ચંપાબેન ગોરધન ધોળીના ત્રાસથી પુત્રી પારૂલબેન ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પારૂલબેનનાં છ વર્ષ પહેલા વિછીંયાના પીપરડી ગામે વિશાલ નામના યુવક સાથે લગ્ન થયા હતા. બાદ લગ્નજીવનથી સંતાનમાં એક પુત્રીનો જન્મ થયેલો બાદ દંપતિ વચ્ચે મનમેળ ન થતા રાજીખુશીથી બે વર્ષ પહેલા છુટુ કરેલુ હતુ.

એક વર્ષ પહેલા બોટાદના દિલીપ ઉર્ફે દિપક ધોળુ નામના યુવક સાથે પારૂલબેનના પુનઃલગ્ન કરેલા બાદ સંતાનમાં એક પુત્રીનો જન્મ થયો હતો. પારૂલબેનને સાસુ અને પતિ દ્વારા દહેજ બાબતે અવાર નવાર ત્રાસ આપતા હોવાથી આ પગલું ભરી લીધાનું બહાર આવતા પોલીસે મૃતકના પતિ અને સાસુ સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

લોધીકા : મોટાવડા નજીક બાઈક હડફેટે શ્રમિક યુવાનનું મોત

મુળ રાજસ્થાનનો અને હાલ મોટાવડા ગામની સીમમાં છગનભાઈ રામાણીની વાડીમાં ખેત મજુરી કરતો લક્ષ્મણ માનજીભાઈ ગરાસિયા (ઉ.૩૫) નામનો યુવાન ગત તા.૧૪ ના રોજ મેટોડા દવા અને શાકભાજી લેવા માટે ગયો હતો જ્યાંથી પરત પગપાળા વાડીએ જતો હતો ત્યારે મોટાવડા ગમાના રસ્તે બાઈક ચાલકે હડફેટે લીધો હતો. જેમાં તેને ગંભીર ઈજા થતા સારવાર માટે પ્રથમ લોધીકા બાદ વધુ સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતુ. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે લોધિકા પોલીસ મથકના એએસઆઈ હરદિપસિંહ જાડેજા અને રાઈટર ડી.સી.મકવાણાએ પ્રાથમિક કાગળો કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

રાપર : વિદેશી દારૂની નાની મોટી ૫૪૮ બોટલ સાથે શખ્સ ઝબ્બે

એસ.પી.મયુર પાટીલ દ્વારા જિલ્લામાં પ્રોહી. જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપતા એલ.સી.બી.ની ટીમ પ્રોહી. જુગારના કેસો શોધવા પ્રયત્નશીલ હતી. દરમ્યાન આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરબારગઢ, કીડીયાનગર, તા.રાપર ખાતેથી દેવાભાઈ કરમશીભાઈ રબારીની વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની બોટલો તથા કવાટરીયા નંગ ૫૪૮ કિ.રૂા.૧,૩૦,૩૦૦ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરીમાં લોકલ ક્રાઈમ બ્રાંચના ઈન્ચાજર્ પોલીસ ઈન્સ્પેકટર એસ.એસ.દેસાઈ તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતો.

જોડીયા : જસાપરમાં બહેનનાં વિયોગમાં ભાઈનો આપઘાત

જોડિયા તાલુકાના જશાપર ગામે પિતરાઈ બહેનના વિયોગમાં ભાઈએ આપઘાત કરી લીધો છે. જોડીયા તાલુકાના જશાપરમાં રહેતા સાવનભાઈ કાળીદાસભાઈ ટીલાવત (ઉ.વ.૨૮) નામના યુવાને ગત તા.૧૮ ના રોજ કોઈ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં સારવારમાં તેમનુ મૃત્યુ નિપજ્યું હતુ. આ અંગે મૃતકના પિતા કાળીદાસભાઈ અમરદાસભાઈ ટીલાવતે જાણ કરતા જોડીયા પોલીસ દોડી ગઈ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here