મોરબી, તા.૨૬
વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મળેલી બાતમીના આધારે વાંકાનેર તાલુકા માટેલ ગામ નજીકથી એક પડતર ઓરડીમાંથી લંડન પ્રાઈડ પ્રીમિયમ વીસ્કીની ૩૦ બોટલો કિં.રૂા.૯૦૦૦ સાથે મુકેશ નવઘણભાઈ ડાભી (ઉ.વ.૨૯)ને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ ઝડપાયેલા આરોપીનો કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ કરેલ છે. આ કામગીરીમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનાં પો.સબ.ઈન્સ. બી.ડી.પરમાર, પો.હેડ.કોન્સ. બળદેવસિંહ જાડેજા, ચમનભાઈ ચાવડા, પો.કોન્સ. હરીશચંદ્રસિંહ ઝાલા, વિક્રમભાઈ કુગશિયા, દર્શીતભાઈ વ્યાસ તથા અજયસિંહ ઝાલા સહિતનો સ્ટાફ રોકાયેલ હતો.