વાંકાનેરઃ ઘરે રમતા માસુમ બાળકનું પડી જતાં મોત

0
10
Share
Share

મોરબી, તા.૨૫

વાંકાનેર શહેરમાં જીઆઇડીસીની બાજુમાં આવેલા નવાપરા વિસ્તારમાં રહેતા યુવાનના ઘરે તેનો બે વર્ષનો દીકરો રમતા રમતા પડી જતાં માથાના ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન આ બે વર્ષના બાળકનું મૃત્યુ નિપજયું છે. બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર જીઆઇડીસી વિસ્તારની બાજુમાં આવેલ નવાપરામાં રહેતા મુન્નાભાઈ મીઠાપરાને બે વર્ષનો દીકરો અજય ગત તા ૨૦ ના રોજ તેના ઘરે રમી રહ્યો હતો ત્યારે અકસ્માતે રમતા રમતા તે નીચે પડી જતા અજયને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી માટે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો જોકે સારવાર કારગત ન નિવડતા અજયનું સારવાર દરમિયાન મોત થયેલ છે જેથી હાલમાં સીટી પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here