વાંકાનેરઃ અગાભી પીપળીયાનાં યુવાનનો વ્યસનથી કંટાળી આપઘાત

0
22
Share
Share

મોરબી,તા.૮

વાંકાનેરના અગાભી પીપળીયામાં રહેતા અને ખેતી કામ કરતા સુરેશભાઇ ખેંગારભાઇ પરમાર (ઉ.વ.૩૫)એ રવિવારે બપોરે ૩ વાગ્યે પોતાના ઘરે કપાસમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પાડોશમાં જ રહેતા તેમના મોટાબાપુ જેઠાભાઇ અને પિતરાઇ ભાઇઓને જાણ થતા તુરંત તેમને ખાનગી વાહનમાં રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. સુરેશભાઇને દારુનું વ્યસન હોય જેનાથી કંટાળી ઘરે કોઇ હાજર નહોતું ત્યારે આ પગલુ ભર્યુ હતું. સિવિલમાં ટુંકી સારવાર દરમિયાન ગઇકાલે બપોરે તેમને દમ તોડી દીધો હતો.

વાંકાનેર તાલુકા પોલીસે બનાવના પગલે જરુરી કાગળ કાર્યવાહી કરી મરણ નોંધ લીધી હતી અને મૃતદેહને પોસ્ટ મોટર્મ માટે ખસેડયો હતો. મૃતક સુરેશભાઇને સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here